લખનૌ, મંગળવાર
લખીમપુર ખીરી કાંડમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહીત 13 આરોપીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. એસઆઈટીએ દુર્ઘટનાની કલમો હટાવી દીધી છે. તેના સ્થાને હત્યાની કોશિશ, અંગભંગ, એકઠા થઈને ગુનો કરવો અને હથિયારોનો દુરુપયોગ કરવાની કલમો લગાવવામાં આવી છે. વિવેચકે રિમાન્ડની ફાઈલ અને કોર્ટના કેસમાં આ કલમોના વધારવા માટે કોર્ટમાં અરજી આપી છે. જેના પર આજે તમામ આરોપીઓને કોર્ટમાં તલબ કરાયા છે. ખાસ વાત એ છે કે એસઆઈટીનું માનવું છે કે આ ક્રાઈમ કોઈ બેદરકારીનું પરિણામ નથી, પરંતુ જાણીજોઈને, ષડયંત્રપૂર્વક અને જીવ લેવાની નિયતથી કરવામાં આવેલો ગુનો છે.
લખીમપુર ખીરીના તિકુનિયામાં 3 ઓક્ટોબરે થયેલી હિંસામાં 4 ખેડૂતો સહીત 8 લોકોના મોત નીપજ્યા હતા. આ મામલામાં દેશના ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ સહીતના 13 આરોપીઓ જેલમાં બંધ છે. આશિષ મિશ્રાની જામીન પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એસઆઈટીએ હાઈકોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે વિવેચનાઓ દરમિયાન કલમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે.
સહાયક અભિયોજન અધિકારી પ્રદીપ કુમારે કહ્યુ છે કે તિકુનિયા કાંડના વિવેચક વિદ્યારામ દિવાકર તરફથી આરોપીઓના રિમાન્ડ પર કલમો વધારવા માટે અરજી આપવામાં આવી છે. વિવેચક દિવાકરે વિવેચના દરમિયાન પહેલેથી નોંધવામાં આવેલી કલમોને હટાવી અને કેસમાં નવી કલમો ઉમેરવાની રિમાન્ડની માગણી કરી છે. વિવેચક તરફથી મુખ્ય આરોપી મંત્રી પુત્ર આશિષ મિશ્રા સહીતના તમામ 13 આરોપીઓ પર હત્યા, બળવાની સાથે જીવલેણ હુમલાની કલમ 307, ગંભીર ઈજા પહોંચાડવાની કલમ 326 અને સામાન્ય આશયની કલમ 34 પણ સામેલ છે.
આ સિવાય શસ્ત્ર અધિનિયમની કલમ 3/ 25, 30ને પણ ઉમેરવાની વિનંતી કરવામાં આવી છે. તેના સિવાય દુર્ઘટના સંદર્ભે કલમ-279, 338 અને 304(એ)ને હટાવવામાં પણ આવી છે. વિવેચકનું માનવંં છે કે આ ઘટના બેદરકારીની નથી, પરંતુ ષડયંત્રપૂર્વક કરાય છે. સહાયક અભિયોજન અધિકારી પ્રદીપ કુમારે કહ્યુ છે કે કોર્ટે તમામ આરોપીઓને મંગળવારે જેલમાંથી તલબ કર્યા છે.

