HomeGujaratBWF World Championship : પીવી સિંધુની ધમાકેદાર શરૂઆત, લક્ષ્ય સેન પણ ત્રીજા...

BWF World Championship : પીવી સિંધુની ધમાકેદાર શરૂઆત, લક્ષ્ય સેન પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો

નવી દિલ્હી,મંગળવાર

   ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને યુવા સ્ટાર લક્ષ્ય સેને ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. સિંધુએ ટૂર્નામેન્ટની શરૂઆત સ્લોવાકિયાની માર્ટિના રેપિસ્કા સામે જીત સાથે કરી હતી. જ્યારે લક્ષ્ય સેને કેન્તા નિશિમોતોને હરાવ્યા હતા. ઉભરતા ખેલાડી લક્ષ્ય સેને પણ જાપાનના 15મા ક્રમાંકિત કેન્ટા નાશિમોટોને 22-20, 15-21, 21-18થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

   કિદામ્બી શ્રીકાંત પણ મેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. ભારતની 12મી ક્રમાંકિત ખેલાડીએ એક કલાક અને નવ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ચીનના લી શી ફેંગને 15-21, 21-18, 21-17થી પરાજય આપ્યો હતો. મેન્સ ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ ચાઈનીઝ તાઈપેઈના લી ઝી હુઈ અને યાંગ પો સુઆનને 43 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 27-25, 21-15થી હરાવ્યા હતા.

સિંધુએ 24 મિનિટમાં મેચ જીતી લીધી હતી
   વર્લ્ડમાં 7 નંબરની સિંધુએ માત્ર 24 મિનિટમાં તેની બિનક્રમાંકિત પ્રતિસ્પર્ધીને ચકિત કરી દીધી હતી. છઠ્ઠી ક્રમાંકિત સિંધુ, જેણે 2019માં છેલ્લી વખત ટાઇટલ જીત્યું હતું, તેણે સારી શરૂઆત કરી અને ઝડપથી 4-1ની લીડ મેળવી લીધી. રેપિસ્કાએ બે પોઈન્ટ મેળવીને પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય દિગ્ગજ ખેલાડીએ તેને આગળ વધવાની તક આપી ન હતી અને બ્રેક સુધી 11-4ની સરસાઈ મેળવી હતી. આ પછી પણ તેણે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને માત્ર 10 મિનિટમાં જ પ્રથમ ગેમ જીતી લીધી.

   બીજી ગેમમાં પણ આ જ વાર્તાનું પુનરાવર્તન થયું હતું. સિંધુએ માત્ર બે મિનિટની રમતમાં 6-0ની સરસાઈ મેળવી લીધી હતી. તેણી તેના પ્રભાવશાળી પ્રદર્શન સાથે બ્રેક સમયે 11-1થી આગળ હતી; તેણીએ તે પછી સરળતાથી રમત અને મેચ જીતી લીધી. તેનાથી વિપરિત, સેનને જીત નોંધાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ તે એક કલાક અને 22 મિનિટ સુધી ચાલેલી મેચમાં અંતે જાપાનીઓને હરાવવામાં સફળ રહ્યો હતો. મિશ્ર ડબલ્સમાં, જોકે, સૌરભ શર્મા અને અનુષ્કા પરીખની ભારતીય જોડીને મલેશિયાના તાન કિઆન મેંગ અને લાઈ પેઈ જિંગ સામે સીધી ગેમમાં 21-8, 21-18થી હાર આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW