HomeNationalચારધામ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી : હવે વધારી શકાશે હાઈવેની પહોળાઈ

ચારધામ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી : હવે વધારી શકાશે હાઈવેની પહોળાઈ

નવી દિલ્હી, મંગળવાર

       ચારધામ માટે ઓલ વેધર રોડ યોજનાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કેન્દ્ર સરકારની 8 સપ્ટેમ્બર-2020ના આદેશમાં સંશોધનની માગણીને સ્વીકારીને નિર્માણની મંજૂરી આપી છે. આનાથી ચારધામ પ્રોજેક્ટ હેઠળ ત્રણ સામરિક રાજમાર્ગોને ડબલ લેન કરવાની કામગીરીને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગઈ છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આને લઈને વિનંતી કરવામાં આવી હતી.. તેના પર સુપ્રીમ કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે. આ હાઈવે સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. તેનાથી ચીનની સીમા સુધી પહોંચવામાં પણ સેનાને સરળતા રહેશે.

       સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કમિટી પણ બનાવી છે. તેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એસ. કે. સીકરી કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને યોજનાના ભાગરૂપે 10 મીટરની પહોળાઈના ઓલ વેધર સડક નિર્માણને મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે ભારત-ચીન સીમા તરફ જનારી સડકને પહોળી કરવાની માગણી કરી હતી.

       સુપ્રીમ કોર્ટે કહ્યુંછે કે તાજેતરમાં સીમાઓ પર સુરક્ષાને લઈને ગંભીર પડકારો સામે આવ્યા છે. આ કોર્ટ સશસ્ત્ર દળોની માળખાગત જરૂરિયાતોનું બીજું અનુમાન લગાવી શકે નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW