ગાંધીનગર, સોમવાર
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અને આવતીકાલે ગાંધીનગરમાં મળી શકશે નહીં તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. કારણકે, આ બંને દિવસ દરમિયાન મુખ્યમંત્રી વારાણસી – કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી પરિષદમાં હાજરી આપશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનું સંમેલન 13 અને 14મી ડિસેમ્બર દરમિયાન વારાણસી – કાશી ખાતે મળી રહ્યું છે એમાં ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તા.13 ડિસેમ્બર સોમવારથી બે દિવસ માટે વારાણસી કાશીના પ્રવાસે જશે. આથી, મુખ્યમંત્રી તેમના આ પૂર્વ નિર્ધારિત પ્રવાસના કારણે સોમવાર અને મંગળવાર એટલે કે 13 અને 14મી ડિસેમ્બરે સામાન્ય નાગરિકો-પ્રજાજનો મુલાકાતીઓને ગાંધીનગરમાં મળી શકશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. 13 અને મંગળવાર તા.14 ડિસેમ્બર એમ બે દિવસોએ વારાણસી-કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદમાં સહભાગી થશે. આ હેતુસર ભૂપેન્દ્ર પટેલ સોમવાર અને મંગળવારે ગાંધીનગરમાં લોકોને મળી શકશે નહીં તેની નોંધ લેવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.

