HomeNationalભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધમાં શોર્ય અને સાહસની કથા ભાગ- 8

ભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધમાં શોર્ય અને સાહસની કથા ભાગ- 8

ભારતની સેનાએ તાજ મહેલને બચાવવા આ રણનીતિ ઘડી સફળ બની

મોરબીમાં 1971ના યુદ્ધ વખતે ભારતને એક તરફ પોતાના દેશની સરહદોની રક્ષા કરવાની પ્રાથમિકતા હતી તેની સાથે દેશના લોકોના જીવ બચાવવાની સાથે સાથે વૈશ્વિક ધરોહર સાચવવાની હતી આ માટે ભારતે ખાસ વ્યૂહ તૈયાર થયો હતો પાકિસ્તાનની સરહદથી આગ્રા 480 કિમી દુર હતું યુદ્ધની રણનીતિ ઘડતી વખતે જ ભારતની લશ્કરી અધિકારીઓ અને ગુપ્તચર વિભાગે જગ વિખ્યાત તાજ મહેલ પર પાકિસ્તાનના યુદ્ધ વિમાનોનો બોમ્બવર્ષા કરે એવી શક્યતા વ્યક્ત કરી હતી પાકિસ્તાન યુદ્ધ વિમાનોની નજરથી બચવા માટે ભારતે તાજ મહેલને ખાસ પ્રકારે ઢાકી દીધો હતો. આમ પણ નવેમ્બર ના છેલ્લા સપ્તાહમાં દેશભરમાં બ્લેક આઉટ જાહેર કરી દીધો હતો.પરંતુ આરસના બનેલા તાજ મહેલની હાજરી છતી થઇ જતી હતી આખરે ભારતને તાજ મહેલને કાળા પાંદડા અને વૃક્ષોની ડાળીટ બિછાવી દેવાયું હતું. આ વ્યૂહ રચનાના કારણે દુશ્મનની નજરમાંથી તાજમહેલ ઓઝલ રહ્યો હતો.


યુદ્ધ વખતે ખરેખર જેની દહેશત હતી એ જ બન્યું યુદ્ધની શરૂઆત થઇ ત્યારે જ પાકિસ્તાને આગ્રા એરબેઝ અને તાજમહેલને નિશાન બનાવતો હુમલો કર્યો હતો. ૩ ડીસેમ્બરે રાત્રે પાકિસ્તાને આગ્રાએરબેઝ અને તાજમહેલને નિશાન બનાવતો હુમલો કર્યો હતો. ૩ ડીસેમ્બરે રાત્રે પાકિસ્તાને આગ્રામાં બોમ્બ વર્ષા કરી હતી.250 કિલોના લગભગ 16 બોમ્બ ફેક્યા હતા. જેમાંથી ૧૩ બોમ્બ આગ્રા આસપાસ ના ખેતરમાં પડ્યા હતા જયારે ત્રણ બોમ્બ એરબેઝ પર પડ્યા હતા. જેમાં એરબેઝને થોડું નુકશાન થયું હતું. પરંતુ તાજમહેલનું લોકેશન જાણ ન હોવાથી એનો બચાવ થયો હતો પાકિસ્તાની યુદ્ધ વિમાન વધુ બોમ્બવર્ષા કરે તે પહેલા જ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની બી -57 વિમાનને ઉડાવીને શહેરનો તેમ જ ભારતની આગવી ધરોહર તાજ મહેલનો બચાવ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW