HomeGujaratકોરોનાથી જિંદગી ગુમાવનારા પરિવારજનોને એક સપ્તાહમાં વળતર ચુકવો, SCનો ગુજરાત સરકારને આદેશ

કોરોનાથી જિંદગી ગુમાવનારા પરિવારજનોને એક સપ્તાહમાં વળતર ચુકવો, SCનો ગુજરાત સરકારને આદેશ

કોરોના વાયરસના સંક્રમણના કારણે જિંદગી ગુમાવનારાના પરિવારજનોને રૂપિયા 50 હજારનું વળતર આપવા માટે સોમવારે સુપ્રિમ કોર્ટે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને ફીટકાર લગાવી હતી. સુપ્રિમકોર્ટે યોજના અને અરજી પ્રક્રિયા વિશે પ્રચાર કરવા માટે પુરતા પ્રયાસ નહીં કરવાના કારણે ફીટકાર લગાવી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને વળતર વિતરણમાં ઝડપ લાવવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, એક સપ્તાહની અંદર તમામ આવેલી અરજીઓને વળતર આપવામાં આવે. મહારાષ્ટ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, 87 હજાર અરજી પ્રાપ્ત થઈ છે. જેમાંથી 8 હજાર અરજી સ્વિકારવામાં આવી છે અને વળતર આપવાની પ્રક્રિયા શરૂ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, 30 ડિસેમ્બર સુધીમાં અમે 50 હજાર અરજી કરનારાઓને વળતરની ચુકવણી કરીશું.

આ પહેલા જસ્ટીસ એમએર શાહ અને જસ્ટીસ બીવી નાગરત્નાની બે જજોની બેંચે આ કેસની સૂનવણી કરતા કહ્યું હતું કે, અમે મહારાષ્ટ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાથી નાખુશ છીએ. મહારાષ્ટ્રમાં 1 લાખથી વધારે મોત નોંધાયા છે. પરંતુ માત્ર 37 હજાર જ પ્રાપ્ત થઈ છે. અત્યારસુધીમાં એક પણ વ્યક્તિને વળતર આપવામાં આવ્યું નથી. જે હાસ્યાસ્પદ છે અને તેને સ્વિકારી શકાય નહીં.

સુપ્રિમ કોર્ટે વળતર રાશી આપવા મુદ્દે સંબંધમાં દેવામાં આવેલા તેના આદેશો વિપરીત અધિસૂચના જાહેર કરવા ઉપર 15 નવેમ્બરના રોજ ગુજરાત સરકાર સામે નાખુશી જણાવી હતી. સુપ્રિમ કોર્ટે 4 ઓક્ટોબરના રોજ કહ્યું હતું કે, કોવિડ-19થી મૃત કોઈ વ્યક્તિના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર દેવા માટે કોઈપણ સરકાર એ આધાર ઉપર ના નહીં પાડી શકે કે મૃત્યુના પ્રમાણપત્રોમાં મૃત્યુના કારણમાં વાયરસનો ઉલ્લેખ હશે નહીં. ન્યાયમૂર્તિ એમઆર શાહ અને ન્યાયમૂર્તિ બીવી નાગરત્નાની પીઠે સુનવણીમાં અરજીની તારીખની 30 દિવસની અંદર આ વળતરની રકમ ચુકવવા માટે આદેશ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW