HomeNational900 કરોડના ખર્ચે 5 લાખ વર્ગ ફૂટમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ

900 કરોડના ખર્ચે 5 લાખ વર્ગ ફૂટમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ

વારાણસી, સોમવાર

   કાશી વિશ્વનાથ કોરિડોરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરી રહ્યા છે. આખરે કાશી વિશ્વનાથ કોરિડોરની ખાસ વાત શું છે? આના સંદર્ભે વિગતવાર વાત કરીએ, તો કાશી વિશ્વનાથ ધામ લગભગ 5 લાખ વર્ગ ફૂટમાં બનાવવામાં આવ્યું છે.

  હવે કાશી વિશ્વનાથ મંદિર આવનારા શ્રદ્ધાળુઓને સાંકડી ગલીઓમાંથી થઈને પસાર નહીં થવું પડ. આ કોરિડોર બન્યા બાદ ગંગા ઘાટથી સીધા કોરિડોરના માર્ગે બાબા વિશ્વનાથના દર્શને જઈ શકાય છે. આના નિર્માણ પાછળ કુલ 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કાશી દુનિયાના સૌથી પવિત્ર શહેરોમાંથી એક માનવામાં આવે છે. ભગવાન વિશ્વનાથ અહીં બ્રહ્માંડના સ્વામી તરીકે નિવાસ કરે છે. કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે.

કાશી વિશ્વનાથ ધામની વિશેષતાઓ-
  લગભગ સવા 5 લાખ વર્ગ ફૂટમાં બનેલું કાશી વિશ્વનાથ ધામ સંપૂર્ણપણે તૈયારછે. આ ભવ્ય કોરિડોરમાં નાની-મોટી 23 ઈમારતો અને 27 મંદિરો છે. આ આખા કોરિડોરને લગભગ 50 હજાર વર્ગ મીટરના એક મોટા પરિસરમાં બનાવવામાં આવ્યું છે. આ કોરિડોરને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. તેમા 4 મોટા-મોટા દરવાજા અને પ્રદક્ષિણા પથ પર સંગેમરમરના 22 શિલાલેખ લગાવવામાં આવ્યા છે. આ શિલાલેખોમાં કાશીના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય આ કોરિડોરમાં મંદિર ચોક, મુમુક્ષુ ભવન, ત્રણ યાત્રી સુવિધા કેન્દ્ર, ચાર શોપિંગ કોમ્પ્લેક્સ, મલ્ટીપરપસ હોલ, સિટી મ્યૂઝિયમ, વારાણસી ગેલરી જેવી સુખ-સુવિધાઓની પણ વ્યવસ્થા કરાય છે.

  કાશી વિશ્વનાથ કોરિડોરમાં ગોદૌલિયાવાળા ગેટથી પ્રવેશ કરનારને યૂટિલિટી ભવન,સિક્યોરિટી ઓફિસ મળશે. આ સિવાય યાત્રી સુવિધા કેન્દ્ર નંબર-1 અને નંબર-2 સરસ્વતી ફાટકની તરફ છે. તેને ગુલાબી પથ્થર, મકરાનાના સફેદ માર્બલ અને વિયતનામના ખાસ પથ્થરોથી બનાવવામાં આવ્યું છે.
250 વર્ષ બાદ મંદિરનો પહેલીવાર જીર્ણોદ્ધાર થયો છે.

  આ કોરિડોરને બનાવાયા બાદ શ્રદ્ધાળુ 50 ફૂટની સડકથી ગંગા કિનારેથી બાબા વિશ્વનાથના દર્શન કરી શકશે.કાશી વિશ્વનાથ ધામમાં મહાદેવને પ્રિય રુદ્રાક્ષ, બિલિ, પારિજાત, વડ અને અશોકનું રોપણ કરવામાં આવશે. બાબા વિશ્વનાથ મંદિર માટે પ્રસાદ થઈ રહ્યો છે, તેનું 8 લાખથી વધુ પરિવારોમાં વિતરણ થશે.આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચ, 2019ના રોજ થયો હતો. એક વટહુકમ દ્વારા યુપી સરકારે મંદિર ક્ષેત્રને વિશિષ્ટ ક્ષેત્ર ઘોષિત કર્યું હતું. તેના પછી આસપાસના ઘણાં ભવનોને સંપાદીત કર્યા હતા.કાશી વિશ્વનાથ મંદિરનો 1780માં ઈન્દૌરના મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરે કર્યો હતો. તેના પછી મહારાજા રણજીતસિંહે 1853માં મંદિરના શિખર સહીત અન્ય સ્થાનો પર સોનું લગાવડાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW