HomeGujarat317 અંકના વધારા સાથે સેન્સેક્સ 59103 પર ખુલ્યો, એનર્જી અને બેન્કિંગના સ્ટોક્સમાં...

317 અંકના વધારા સાથે સેન્સેક્સ 59103 પર ખુલ્યો, એનર્જી અને બેન્કિંગના સ્ટોક્સમાં તેજી

મુંબઈ, સોમવાર

   સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારે તેજી સાથે શરૂઆત કરી છે. સેન્સેક્સ 317 અંકના વધારા સાથે 59103 પર ખુલ્યો હતો. દિવસમાં અત્યાર સુધીના કારોબારમાં સેન્સેક્સે 59203.37નો હાઈ અને 58925.72નો લૉ બનાવ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર બજાજ ફાયનાન્સના શેર નીચે છે. બાકીના 29 શેરો બઢત સાથે કારોબાર કરી રહ્યા છે. એક સમયે સેન્સેક્સમાં 335 અંકની તેજી જોવા મળી અને તે 59122 પર ટ્રેડ કરી રહ્યો હતો. જો કે સવારે 11.17 કલાકે સેન્સેક્સ 147.46 અંકની બઢત સાથે 58934.13 પર ટ્રેડ કરી રહ્યો હતો. એનર્જી અને બેન્કિંગના શેરોમાં તેજી જોવા મળી છે. સૌથી બઢતવાળા શેરોમાં પાવરગ્રિડ 3 ટકાની બઢત સાથે કારોબાર કરતા જોવા મળ્યા છે.

  એક્સિસ બેંક 2 ટકા, ટાટા સ્ટીલ 1.33 ટકા, સનફાર્મા 1.39 ટકા, મારુતિ 1.26 ટકા અને એશિયન પેન્ટ્સના શેર 1 ટકાથી વધુની બઢત સાથે કારોબાર કરી રહ્યા છે. ઘટાડા સાથે બજાજ ફાયનાન્સના શેર 1 ટકાથી વધુ ગગડયા છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 267.68 લાખ કરોડ રૂપિયા થઈ છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 91 ટકાની બઢત સાથે 17602 પર કારોબાર કરતોજોવા મળ્યો ગતો. તેણે શેરબજારના ખુલ્યાના થોડા સમયગાળામાં 17619 પર ખુલ્યો હતો અને 17639નું ઉપરી સ્તર અને 17600નું નીચલું સ્તર બનાવ્યું હતું. જોકે સવારે 11.19 કલાકે 46.50 અંકની બઢત સાથે 17557.80ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

   નિફ્ટીના 50 શેરોમાંથી 48માં બઢત અને 2માં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી નેક્સ્ટ 50, નિફ્ટી મિડકેપ અને નિફ્ટી બેંક સાથે નિફ્ટી ફાયનાન્શિયલ ઈન્ડેક્સ બઢત સાથે કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીમાં માત્ર બજાજ ફાયનાન્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઘટાડો જોવા મળ્યો છે. બઢતવાળા શેરોમાં પાવરગ્રિડ, એક્સિસ બેંક,હિંડાલકો અને યુપીએલ સામેલ છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 20 પોઈન્ટના ઘટાડા સાથે 58786 પર જ્યારે નિફ્ટી 5 અંકના ઘટાડા સાથે 17511 પર બંધ થયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW