વડોદરા,સોમવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2008માં 108 સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. 108 સેવાએ 13 વર્ષમાં 74,578 ગંભીર દર્દીને દવાખાને પહોંચાડ્યા છે. જ્યારે કુલ 8.01 લાખથી વધુ આરોગ્ય જરૂરિયાતમંદોની સહાયતા કરી છે.
સમગ્ર રાજ્યમાં વડોદરાનો રિસ્પોન્સ ટાઇમ સૌથી ઝડપી છે. વડોદરામાં સરેરાશ 16.05 મિનિટમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી જાય છે. ગત નવેમ્બરમાં ગંભીર 5,708 દર્દીને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. 5708 દર્દીમાં 1408 સગર્ભાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. શિયાળામાં દમ જેવા રોગોની અસર વધતી હોઈ છે. તેવામાં શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા 506 દર્દી, હૃદયરોગના 224 દર્દી, જ્યારે ઇજા પામેલા 840 દર્દીનો સમાવેશ થાય છે. રિસ્પોન્સ ટાઇમ એટલે કોલ મળ્યા પછી વાહન કેટલા સમયમાં પહોંચે છે તેનો સરેરાશ દર. વડોદરા એકમના વાહનોનો રિસ્પોન્સ ટાઇમ રાજ્યની સરેરાશ કરતાં ઊંચો છે. પ્રત્યેક કોલની સામે વડોદરા સેવાનું વાહન સરેરાશ 16.05 મિનિટમાં ઘટના સ્થળે પહોંચે છે.

