HomeGujaratયુપી જીતવા રાજકોટ ભાજપના જૂના જોગીઓ તૈયાર, કોંગ્રેસ-સપામાં ગાબડું પાડવા તૈયારી

યુપી જીતવા રાજકોટ ભાજપના જૂના જોગીઓ તૈયાર, કોંગ્રેસ-સપામાં ગાબડું પાડવા તૈયારી

રાજકોટ,સોમવાર

  દેશમાં સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં ચૂંટણી જીતવા માટે અત્યારથી તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ માટે ગુજરાત ભાજપ પ્રદેશે ખાસ રણનીતિ તૈયારી કરી છે. રાજકોટ ભાજપમાંથી જૂના જોગીઓની ટીમ તૈયાર કરવામાં આવી છે. , ગુજરાતના નેતાઓને ખાસ કરીને ઉત્તરપ્રદેશના અવધ ક્ષેત્રની 71 બેઠકની જવાબદારી સોંપાઈ છે.રાજકોટ સહિત ગુજરાતના 24 દિગ્ગજ નેતાઓ ઉત્તરપ્રદેશમાં પોતાના અનુભવનો નિચોડ ઉતારશે અને ભગવો લહેરાવવા યુપીને ગજવશે.

  યુપીમાં સોનિયા ગાંધીના ગઢમાં રાજકોટ ભાજપની ટીમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ભાજપ બક્ષીપંચ મોરચા-ગુજરાતના મંત્રી ઉદય કાનગડ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કશ્યપ શુક્લ અને કોર્પોરેટર જયમીન ઠાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ સહિત ગુજરાત ભાજપના 24 નેતાઓ પક્ષને જીતાડવા એડીચોટીનું જોર લગાવશે.

  આ 24 નેતાઓમાંથી રાજકોટનાં પાંચ નેતાઓને કોંગ્રેસ અને સપાના ગઢ રાયબરેલી અને લખીમપુર ખીરી વિસ્તારમાં ગાબડા પાડવાની કામગીરી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નેતાઓ 15 ડિસેમ્બરથી યુપીના પ્રવાસે નીકળશે તેવું રાજકોટ ભાજપના અલગ અલગ નેતા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે. ગુજરાતના નેતાઓને ખાસ કરીને ઉત્તરપ્રદેશના અવધ ક્ષેત્રની 71 બેઠકની જવાબદારી સોંપાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW