અમદાવાદ, સોમવાર
નિકોલ વિસ્તારમાં ટ્રાફિકમાં ફસાયેલા વેપારીની કારને અન્ય લક્ઝરી કારના ચાલકોએ રોકીને ડ્રાઇવર અને વેપારીને માર માર્યો હતો.આ અંગે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વેપારીને મારીને તેમનો 4 તોલાનો સોનાનો દોરો તોડીને પણ જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.હાલ તો આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નિકોલ વિસ્તારમાં પરેશભાઈ મહાદેવિયા તેમના શેઠ રાજુભાઈ ડાહ્યાભાઈ પટેલને લઈને ઈનોવા કારમાં કઠવાડા તરફ જઈ રહ્યા હતા. તે સમયે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. એવામાં એક લક્ઝરી કહેવાતી કાર જીપ કંપાસ લઈને કેટલાક લોકો એની કાર પાસે આવ્યા અને મારામારી કરવા લાગ્યા હતા. જેથી પરેશભાઈને બચાવવા તેમને શેઠ વચ્ચે પડ્યા હતાં.બનાવમાં મારામારી કરતા શખ્સોએ રાજુભાઈને પણ માર માર્યો હતો. અને તેમની ચાર તોલાની ચેન લઈને પોતાની કાર લઈને ફરાર થઇ ગયા હતા. (તસ્વીર પ્રતિકાત્મક છે)

