નવી દિલ્હી, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થવા પર ટ્વિટરે નિવેદન જાહેર કર્યું છે. ટ્વિટરે કહ્યું છે જેવી અમને વડાપ્રધાન મોદીના એકાઉન્ટમાં સેંધમારીની જાણકારી મળી અમે તાત્કાલિક સક્રિય થઈ ગયા.ટ્વિટર ઈન્ડિયાએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે અમારી અત્યાર સુધીની તપાસમાં ઉજાગર થયું છે કે અત્યાર સુધીમાં કોઈ અન્ય એકાઉન્ટના પ્રભાવિત થવાના કોઈ સંકેત મળ્યા નથી.
ટ્વિટરના પ્રવક્તાએ કહ્યુ છે કે અમારી પાસે વડાપ્રધાન કાર્યાલય સાથે કમ્યુનિકેશન માટે 24X7 લાઈન ખુલ્લી છે. જેવી અમને આ હેકિંગની ગતિવિધિ બાબતે જાણકારી મળી, અમારી ટીમે પ્રભાવિત એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક આવશ્યક પગલા ઉઠાવ્યા. ટ્વિટરે કહ્યું છે કે અમારી અત્યાર સુધીન તપાસમાં ઉજાગર થયું છે કે અત્યાર સુધીમાં કોઈ અન્ય એકાઉન્ટના પ્રભાવિત થવાના કોઈ સંકેત મળ્યા નથી. સૂત્રો મુજબ, હાલ ટ્વિટરની આંતરીક તપાસમાં એ જાણકારી મળી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકાઉન્ટમાં સેંધમારી ટ્વિટરની કોઈ સિસ્ટમમાં ગડબડને કારણે થઈ ન હતી.

