જીનીવા, રવિવાર
કોરોનાના અત્યંત ચેપી ગણાતા ઓમિક્રોન અત્યાર સુધીમાં 59 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. નવા વેરિયન્ટથી ભારતમાં ત્રીજી લહેરની ચિંતા પેદા થઈ છે. WHOના સાઉથ ઈસ્ટ એશિયા માટે રિજિનલ ડિરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રપાલે જણાવ્યું કે નવા વેરિયન્ટનો મતલબ એવો નથી કે પરિસ્થિતિ ખરાબ થશે પરંતુ નિશ્ચિત રીતે સ્થિતિ અનિશ્ચિત થશે. તેમણે કહ્યું કે મહામારીનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. નવા વેરિયન્ટના આવ્યા બાદ અને દુનિયાના બીજા હિસ્સામાં વધી રહેલો કેસને જોતા વૈશ્વિક સ્તરે કોવિડ-19નું જોખમ ઘણું વધ્યું છે.
તેમણે કહ્યું કે દક્ષિણ એશિયા વિસ્તારમાં આપણે હથિયાર હેઠા ન મૂકવા જોઈએ. આપણે દેખરેખ વ્યવસ્થા, પલ્બિક હેલ્થ અને સામાજિક ઉપાયોને ભારતમાં ઓમિક્રોનના કેસ વધવા લાગ્યા છે. રવિવારે ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા છે, કર્ણાટકમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ નોંધાયો છે જ્યારે ચંદીગઢ અને આંધ્રપ્રદેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. સાઉથ આફ્રિકાથી આવેલો 34 વર્ષીય શખ્સમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યાં હતા, તેનો ટેસ્ટ કરવામાં આવતા તે પોઝિટીવ આવ્યો છે. કર્ણાટકના હેલ્થ મિનિસ્ટર ડોક્ટર સુધાકરે જણાવ્યું કે ઓમિક્રોન પોઝિટીવ શખ્સને આઈસોલેટ કરી દેવાયો છે અને તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની સાથે સંપર્કમાં આવેલા 5 પ્રાઈમરી અને 15 સેકન્ડરી સંપર્કોને શોધી કાઢવામાં આવ્યાં છે અને તેમના સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલાયા છે.મજબૂત કરવાનું ચાલુ રાખવું જોઈએ અને વેક્સિનેશનનો વ્યાપ વધારવો જોઈએ.

