વડોદરા,રવિવાર
કોરોના અને ઓમિક્રોન વેરિએન્ટના આંતકને પગલે ઘણા ખરા દેશમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ભારતમાં પણ હાઈરીસ્ક દેશોમાંથી પરત આવી રહેલા મુસાફરોને લઈ સરકાર અલર્ટ પર છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટે આંતક મચાવ્યો છે તેની ઝપેટમાં અન્ય દેશો પણ આવી ચુક્યા છે ત્યારે UKથી પરત આવેલા કેટલાક શખ્સોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર પણ તંત્ર પણ દોડતું થઇ ગયું છે.
ગઈ કાલે હાઈરિસ્ક દેશ ગણાતા દેશ એવા UKથી 33 પ્રવાસીઓ ગુજરાતના વડોદરામાં આવ્યા છે. જેને કારણે વડોદરા તંત્ર એકશનમાં આવ્યું છે. જ્યારે વિદેશથી ગુજરાતમાં આવેલા 318 જેટલા પ્રવાસીઓને હોમ ક્વોરોન્ટાઈ રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે લંડનથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ આવ્યો હતો તેની શંકાસ્પદ ઓમિક્રોન દર્દી તરીકે હોસ્પીટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં આ મહિલાને ઓમિક્રોન વાઈરસ છે કે નહીં તેની તપાસ માટે તેના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે પૂણે મોકલી આપવામાં આવ્યા છે. ગત સપ્તાહે પણ વડોદરાની એક મહિલા યુકેથી આવ્યા પછી પોઝિટિવ આવી હતી અને ઓમિક્રોનની હાજરી છે કે નહીં તે ચકાસવા સેમ્પલ પૂણે મોકલાયું હતું જેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી.જ્યારે અમદાવાદ એરપોર્ટ અન્ય એક યુવતીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને પણ હાલમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી દેવામાં આવી છે.
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કેસ દેશમાં સામે આવતા ભારત સરકાર દ્વારા હાલ 12 દેશોને હાઈરિસ્ક વાળા દેશોની યાદીમાં રાખ્યા છે. હાઈરિસ્કવાળા દેશોમાં સામેલ યુકેથી સપ્તાહમાં બે ફ્લાઈટ અમદાવાદ આવી રહી છે. તો શુક્રવારે મોડી રાતે લંડનથી 236 પેસેન્જરો સાથે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી તે તમામને ક્વોરોન્ટાઈ કરવામાં આવ્યા છે.

