HomeNationalલાલુના પુત્ર તેજપ્રતાપના 2 યુવતીઓ સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો મામા સાધુ યાદવનો...

લાલુના પુત્ર તેજપ્રતાપના 2 યુવતીઓ સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો મામા સાધુ યાદવનો દાવો

પટના, રવિવાર

   રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવના એક ખ્રિસ્તી યુવતી રિચેલ સાથેના લગ્ન બાદ હવે બિહારમાં યાદવ પરિવારમાં રાજકીય ધમાસાણ શરૂ થયું છે. આની શરૂઆત તેજસ્વી યાદવથી નારાજ તેમના મામા સાધુ યાદવે કરી છે અને તેમણે ભાણિયા તેજસ્વીને સમાજનું કલંક ગણાવ્યા છે. તો મામા પર પણ પલટવાર શરૂ થયો છે. સાધુ યાદવે લાલુ યાદવના પરિવારની પોલ ખોલવાનું શરૂ કર્યું છે. સાધુ યાદવે પોતાના બનેલી અને બિહારના બે વખત મુખ્યમંત્રી બની ચુકેલા લાલુપ્રસાદ યાદવ પટાવાળા બનવાની પણ કાબેલિયત નહીં ધરાવતા હોવાની આકરી ટીપ્પણી કરી છે.

   મામા અનિરુદ્ધપ્રસાદ યાદવ ઉર્ફે સાધુ યાદવે પોતાના પોલ ખોલ અભિયાનની શરૂઆત રાબડી દેવીને લઈને કરી છે. સાધુ યાદવે કહ્યુ છે કે જે રાબડી દેવીને યાદવ માનવામાં આવે છે, તે યાદવ નહીં પણ રાજપૂત છે. સાધુ યાદવે કહ્યુ છે કે સુભાષ અને પ્રભુનાથ યાદવ રાબડીના ભાઈ હશે, પરંતુ સાધુ યાદવ નથી. સાધુ યાદવે લાલુ અને રાબડી દેવી બંનેને પોતાની મહેનતના દમ પર મુખ્યમંત્રી બનાવવાનો દાવો કરતા કહ્યુ છે કે લાલુપ્રસાદ યાદવ તો પટાવાળા બનવાને પણ લાયક નથી. તેમણે એમ પણ કહ્યુ છે કે લાલુ સાથે તેમની વાત થતી નથી.

   સાધુ યાદવે લાલુ યાદવ પર સત્તામાં રહેતા પદના દુરુપયોગ અને રાજ્યમાં ગુનાકરણને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે લાલુ પરિવારને ધનનું લાલચું ગણાવ્યું છે. સાધુ યાદવે ગંગાજળ ફિલ્મનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો છે કે આ લોકોએ બોલીવુડના નિર્દેશક પ્રકાશ ઝાને નાણાં આપીને ગંગાજળ ફિલ્મ બનાવડાવી હતી અને મારી ઈમેજને ખરાબ કરવાની કોશિશ કરી હતી.

  સાધુ યાદવે પોતાના મોટા ભાણિયા તેજપ્રતાપ યાદવના નિવેદન બાદ ખુલાસો કર્યો છે કે તેજપ્રતાપના પટનામાં જ રહેતી અન્ય જાતિની એક યુવતી સાથે ગેરકાયદેસર સંબંધ છે. આ સિવાય પણ એક અન્ય યુવતી સાથે પણ તે રિલેશનમાં છે. તેની પોલ ખુલે નહીં તેના માટે તેણે 5 કરોડ ખર્ચીને દિલ્હીની એક હોટલમાં રાખવામાં આવી છે. આ કારણ હતું કે દરોગારાયની પૌત્રી અને તેજપ્રતાપ યાદવ વચ્ચે મનમેળ બન્યો નહીં અને બંનેના છૂટાછેડાં થઈ ગયા.

   મહત્વપૂર્ણ છે કે આના પહેલા તેજપ્રતાપ યાદવે સાધુ યાદવ પર વાકપ્રહાર કરતા તેમને ઓકાતમાં રહેવાનું અને એક માતાના દૂધવાળી ચેતવણી આપી હતી. તેના પછી મામ સાધુ યાદવે આ ખુલાસો કર્યો છે. ફર્સ્ટ બિહાર ઝારખંડ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન સાધુ યાદવે કહ્યુ છે કે યે રાજા નહીં રંક હૈ, બિહાર કા કલંક હૈ. અમે યદુવંશી લોકોને પણ કહી રહ્યા છીએ કે આમનો બહિષ્કાર કરો. જો આ પટનામાં આવે છે, તો જૂતાં-ચપ્પલથી સ્વાગત કરો. બિયરબારવાળી ડાન્સ સાથે લગ્ન કર્યા છે. તમે જવાબદાર વ્યક્તિ છે, કેવી રીતે નાજાયજ સંબંધ બનાવો. જો આપણે આપણા બાળકને સંસ્કાર આપી શકતા નથી, તો તેને બિહારમાં રહેવાનો અધિકાર નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW