HomeGujaratઆયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' રિલીઝ : ઓપનિંગ કલેક્શન બહાર...

આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ રિલીઝ : ઓપનિંગ કલેક્શન બહાર આવ્યું

મુંબઈ, શનિવાર

   આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં વાણી કપૂર આયુષ્માન ખુરાના સાથે જોવા મળી હતી. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ હતો. ફિલ્મમાં પહેલીવાર આયુષ્માન અને વાણીની જોડી પડદા પર જોવા મળી છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’નું ઓપનિંગ કલેક્શન સામે આવ્યું છે.

   આ રોમેન્ટિક કોમેડી ફિલ્મને દિલ્હી-NCR અને ચંદીગઢના મેટ્રો મલ્ટિપ્લેક્સમાં સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ તેનું પ્રારંભિક કલેક્શન થોડું ઓછું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું કે ‘ચંદીગઢ કરે આશિકી’એ પહેલા દિવસે 3.75 કરોડની કમાણી કરી છે. તેમજ આગામી દિવસોમાં આ ફિલ્મને વેગ મળવાની આશા છે.આયુષ્માન ખુરાના ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’માં બોડી બિલ્ડરના અવતારમાં છે. તેણે આ પ્રકારનું પાત્ર પ્રથમ વખત ભજવ્યું છે. વાણી કપૂર તેની સાથે ટ્રાન્સ વુમનનું પાત્ર ભજવી રહી છે. વાણીના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ ‘કેદારનાથ’ના નિર્દેશક અભિષેક કપૂરે આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ ભારતમાં 2500 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. તેને વિદેશમાં 500 સ્ક્રીન્સ મળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW