HomeNationalભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધમાં શોર્ય અને સાહસની કથા ભાગ- 7

ભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધમાં શોર્ય અને સાહસની કથા ભાગ- 7

યુધ્ધમાં દુશ્મન દેશના દાંત ખાટા કરનાર યુદ્ધ હીરો

ભારત પાકિસ્તાન યુદ્ધમાં દેશના વીર જવાનોએ પોતાના શોર્ય થકી દુશ્મન દેશને માત્ર ૧૩ દિવસમાં હથીયાર મુકવા મજબુર કરી દીધા હતા. અને આ યુધ્ધમાં એવા પણ યોધ્ધાએ પોતાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. આવા વીર સૈનિકની યાદીમાં આર એન કાઓ બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરી, મેજર જનરલ ઇયાન કાર્ડોજ,ફ્લાઈંગ ઓફિસર નિર્મલજિતસિંહ શેખો સહિતના અનેક જવાન આજે પણ દેશવાસીઓને મુખમાં ચર્ચામાં છે

આર એન કાઓ
ભારતની જાસુસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રોના પ્રમુખ હતા મૂળ નામ રામેશ્વરનાથ કાઓ જેમની ટીમને કાઓ બાયો કહેવામાં આવતી હતી. આર એન કાઓને 1971ના ભારત પાકિસ્તાન યુધ્ધમાં બાંગ્લાદેશના શિલ્પકાર તરીકે ઓળખવામાં આવે છે. આમ તો ભારતની આર્મી વાયુસેના અને નેવી સેનાએ યુધ્ધનો મોરચે પરાક્રમ દાખવ્યું હતું.પરંતુ રો એ પરદા પાછળ સક્રિય રહીને બાંગ્લાદેશની મુકિતવાહીનીને પશ્ચિમ પાકિસ્તાન સામે વિજય મેળવવામાં ભૂમિકા ભજવી હતી. રો એ એક લાખથી વધુ પૂર્વી પાકિસ્તાનીઓને પ્રશીક્ષિત કર્યા હતા.જેમણે ભારતીય સૈનિકની મદદથી આઝાદી મેળવી હતી.

બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરી
1971 ના યુધ્ધમાં બ્રિગેડીયર કુલદીપસિંહ ચાન્દ્પુરી ભારતીય સેનાના મેજર હતા. રાજસ્થાનમાં લોન્ગેવાલાની પ્રખ્યાત લડાઈમાં તેમની બહાદુરી અને નેતૃત્વને ભારતીય સેનાના ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે.લોન્ગેવાલા ચોકી તેઓએ ૧૦૦ જેટલા સૈનિકોની એક ટુકડીના મેજર હતા. 2000થી વધુ પાકિસ્તાની સૈનિકોની ટુકડીએ 40થી વધુ ટેંક વડે ચોકી ઉપર હુમલો કર્યો હતો. સંખ્યા અને શસ્ત્રબળમાં દુશ્મન કરતા ઓછી શક્તિ છતાં ચાન્દ્પુરીએ કુશળ નેતૃત્વ અને હિમતનો પરિચય આપી પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

મેજર જનરલ ઇયાન કાર્ડોજો
મેજર જનરલ ઇયાન કાર્ડોજો 1971ના યુદ્ધનું પર્યાયવાચી નામ છે. યુદ્ધ સમયે તે ૪/૫ ગોરખા રાઈફલ્સના મેજર હતા ઇયાન કાર્ડોજોઈએ ભારતીય સેનાના ઓપરેશન દરમિયાન તેમનો પગ ખીણમાં લપસી પડતા પગમાં ગંભીર ઈજા થઇ હતી. દવા અને તબીબ સારવારના અભાવે તેમના પગનું ઓપરેશન શક્ય બન્યું નહી. ગેગરીન થવાનો ભય ઉભો થતા ઇયાને પોતાની પાસેરહેલા ધારદાર ચપ્પુ વડે પગ કાપી નાખ્યો હતો તેઓ એક બટાલિયન અને બ્રિગેડની કમાન સાંભળનાર પ્રથમ વિકલાંગ અધિકારી બન્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW