HomeGujaratદ્વારકા ખંભાળીયા હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર, ચારનાં મોત

દ્વારકા ખંભાળીયા હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર, ચારનાં મોત

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા-ખંભાળીયા હાઈવે પર બે કાર અથડાતા જીવલેણ અકસ્માત થયો છે. જેમાં ચાર વ્યક્તિઓનાં મોત નીપજ્યા છે. જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થયો છે. આ તમામ મૃતકો અમદાવાદ શહેરના વતની હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદનો એક પરિવાર દ્વારકા દર્શન કરવા માટે ગયો હતો. જ્યારે એ ત્યાંથી પરત ફરી રહ્યો હતો એ સમયે ચરકલા નજીક અન્ય કાર સાથે એમની કાર અથડાઈ હતી.

મહાનગર અમદાવાદનો રાજપુત પરિવાર દ્વારકા દર્શન કરવા માટે ગયો હતો. જ્યારે દર્શન કરીને તેઓ પાછા આવી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. દ્વારકાથી 30 કિમી દૂર ચરકલા પાસે એક કાર બીજી કાર સાથે ધડાકા સાથે અથડાઈ ગઈ હતી. દમદાર અથડામણને કારણે એક કાર રસ્તા પરથી બાજુની સાઈડમાં નીચે ઊતરી ગઈ હતી. આ અકસ્માતમાં ભૂમિબેન, રોનકભાઈ,પૂજાબેન તથા મધુબેન નામના વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં બેઠેલા 12 વર્ષના બાળકનો બચાવ થયો હતો. જેનું નામ રૂદ્ર હોવાનું જાણવા મળ્યું હતું.

અકસ્માતની આ ઘટનામાં રૂદ્ર નામના બાળકને પગમાં ગંભીર ઈજા થઈ છે. જેને સૌથી પહેલા દ્વારકાની હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયો હતો. જ્યારે વધુ સારવારની જરૂર પડતા એને જામનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ ચાલું કરી દીધી છે. બીજી તરફ મૃતકના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી છે. જે જાણ થતા પરિવારજનો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં રૂદ્રને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે મૃતકોમાં રોનક વિજયભાઈ રાજપુત (ઉ.વ.32), પૂજા રોનકભાઈ રાજપુત (ઉ.વ.30), મધુબેન વિજયભાઈ રાજપુત (ઉ.વ.55) અને ભૂમિ જયેશભાઈ ચૌધરી (ઉ.વ.36)નો સમાવેશ થાય છે.

જોકે, હજુ ખેડા નજીક આવેલા હાઈવે પર થયેલો અકસ્માત તાજો છે ત્યાં રાજ્યમાં 24 કલાકમાં અકસ્માતની બીજી મોટી ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના સભ્યોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે થતા અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. દ્વારકા ખંભાળીયા હાઈવે બિસ્માર હાલતમાં છે. આ પહેલા પણ બ્રીજના કામને લઈને રસ્તાઓ મગરમચ્છની પીઠ સમાન બની ગયા છે. જોકે, સ્થાનિકો તથા આસપાસના ગામના લોકોએ હાઈવેને સમાંતર વૈકલ્પિક રસ્તો સારો બનાવવા માટે રજૂઆત કરેલી છે. જેથી રસ્તાને કારણે થતા અકસ્માતની સંખ્યા ઓછી કરી શકાય.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW