HomeNationalકાશ્મીરી પંડિતોને ભાજપે માત્ર વોટબેંક ગણ્યા : ફારુક અબ્દુલ્લા

કાશ્મીરી પંડિતોને ભાજપે માત્ર વોટબેંક ગણ્યા : ફારુક અબ્દુલ્લા

શ્રીનગર, શનિવાર

  જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ શનિવારે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ છે કે કાશ્મીરી પંડિતોએ વિસ્થાપનથી ઘણું સહન કર્યું છે, તેમનું દર્દ અગણિત છે. તેમણે આરોપ લગાવતા એમ પણ કહ્યુ છે કે કાશ્મીરના લોકોનો વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો, તેમને વાયદા કરવામાં આવ્યા, પરંતુ તેને પુરા કરવામાં આવ્યા નથી.

   ફારુક અબ્દુલ્લાએ પોતાની પાર્ટી નેશનલ કોન્ફરન્સની માઈનોરિટી વિંગના કાર્યકર્તાઓને સંબોધિત કરતા શનિવારે બેઠકમાં ત્રણ પ્રસ્તાવો પણ પારીત કર્યા હતા. આમા એક પ્રસ્તાવ કાશ્મીરી પંડિતોની ઘાટીમાં વાપસી સાથે જોડાયેલો પ્રસ્તાવ પણ સામેલ છે. તેની સાથે જ સમુદાય માટે મંદિર અને ધાર્મિક સ્થાનોના પ્રબંધન માટે એક બિલ પારીત કરવાની પણ માગણી કરવામાં આવી છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે કાશ્મીરી પંડિત ત્રણ દશકાઓથી પોતાની સમ્માનજનક વાપસી અને પુનર્વાસ માટે તરસી રહ્યા છે. આ મુદ્દો ઘણો મહત્વપૂર્ણ છે. તેમણે દાવો કર્યો છે કે નેશનલ કોન્ફરન્સ જ એકમાત્ર એવી પાર્ટી છે, જે પંડિતોને ઘાટીમાં વાપસી અને પુનર્વાસને સુનિશ્ચિત કરી શકે છે.

   તેમણે કહ્યુ છે કે કેટલીક શક્તિઓને લાગી રહ્યું હતુ કે તેઓ પંડિતોને અહીંથી ભગાડીને કાશ્મીર પર કબજો કરી લેશે. પરંતુ હું ભરોસો અપાવું છું કે તેઓ ક્યારેય પણ પોતાના નાપાક મનસૂબાઓમાં કામિયાબ નહીં થાય. હું જમ્મુના લોકોનો ધન્યાવાદ કરું છું કે તેમણે કાશ્મીરી પંડિતોને સહારો આપ્યો. અબ્દુલ્લાએ કહ્યુ છે કે ભાજપે હંમેશા કાશ્મીરી પંડિતોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો અને તેમના માટે કંઈ કર્યું નથી. કેટલીક શક્તિઓએ કાશ્મીરી પંડિતો અને મુસ્લિમોને વિભાજીત કરવાની કોશિશ કરી. મુસ્લિમોએ પંડિતોને ક્યારેય ઘાટી છોડવા માટે મજબૂર કર્યા નથી, પરંતુ કેટલાક લોકોએ આમ કર્યું. તેમણે કહ્યુ છે કે મુસ્લિમ સમુદાય પણ નોકરીઓ અને અન્ય ક્ષેત્રોમાં પોતાના હિસ્સાને લાયક છે. પરંતુ તેમણે ક્યારેય પંડિતોનો અધિકાર છીનવ્યો નથી.

   અબ્દુલ્લાએ કહ્યુ છે કે અમે ઘાટીમાં પંડિતોની વાપસી સુનિશ્ચિત કરવાની પુરી કોશિશ કરી, પરંતુ કેટલાક તત્વોએ પંડિતોની કત્લેઆમ કરીને આ સંપૂર્ણ પ્રક્રિયાને બાધિત કરી દીધી છે. હું પંડિતોની માફી માંગુ છું કે 90ના દશકમાં તેમની સુરક્ષા માટે કંઈ કરી શક્યો નહીં. હું તમને લોકોને નફરતથી દૂર રહેવા અને પ્રેમ ફેલાવવાની અપીલ કરું છું. ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે અમે રાજનેતા લોકો પોતાના ફાયદા માટે લોકોને વિભાજીત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. લોકોએ કોમવાદી શક્તિઓને ફાયદો ઉઠાવવા દેવો જોઈએ નહીં. પરંતુ એકજૂટ થઈને તેના નાપાક મનસૂબાને હરાવવા જોઈએ.

   ફારુક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર તરફ ઈશારો કરતા કહ્યુ છે કે કાશ્મીરી પંડિતોના ઘણાં બધાં નેતા છે. પરંતુ ક્યારેય તેમને એક થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નોકરીઓમાં બહારી લોકોને પ્રાથમિકતા અપાય રહી છે. આ જમ્મુ વિરોધી પગલું છે. પરંતુ આના સંદર્ભે કોઈ વાત કરી રહ્યું નથી. સરકાર મહિલા અનામત બિલ પણ લઈને આવી રહી નથી. તેઓ કૃષિ બિલ લઈને આવ્યા હતા, પરંતુ પોતાના રાજકીય હિતો માટે તેને પાછા ખેંચ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW