HomeGujaratરણ વિસ્તારની રેતાળ જમીન ગોબર-છાણથી ફળદ્રુપ બનાવવાની નેધરલેન્ડની ટેક્નોલોજી ગુજરાતમાં કેટલી ઉપયોગી...

રણ વિસ્તારની રેતાળ જમીન ગોબર-છાણથી ફળદ્રુપ બનાવવાની નેધરલેન્ડની ટેક્નોલોજી ગુજરાતમાં કેટલી ઉપયોગી ? અભ્યાસ કરાશે

ગાંધીનગર, શનિવાર

       નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત માર્ટેન વન ડેન બર્ગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતમાં એનર્જી, ફૂડ પ્રોસેસિંગ વેલ્યુચેઇન, કેમિકલ્સ, લોજિસ્ટીક્સ અને બેંકીંગ ઇન્સ્યોરન્સ જેવા સેકટર્સમાં ડચ કંપનીઝ કાર્યરત છે તેની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમણે ક્ષારયુક્ત જમીનમાં ખેતી એટલે કે સેલાઇન કલ્ટીવેશન સેકટર અને રેતાળ ભૂમિમાં ગોબરના ઉપયોગથી આવી જમીનની ફળદ્રુપતા વધારવાના ક્ષેત્રમાં નેધરલેન્ડની તજજ્ઞતા-એક્સપર્ટીઝ અંગે વિશદ ચર્ચા-પરામર્શ કર્યો હતો.

        મુખ્યમંત્રીએ આ બેય સેક્ટરમાં નેધરલેન્ડની એક્સપર્ટીઝ અને ત્યાં મળેલી સફળતાનો રિપોર્ટ મંગાવી ગુજરાતના સંદર્ભમાં તેની ઉપયોગિતાનો સ્ટડી કરવા આ બેઠકમાં સૂચવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે આ અંગે કહ્યું કે, 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં તેમજ રાજ્યના રણ વિસ્તારમાં આ પ્રયોગ ઉપયોગી બની શકે તેમ છે. મુખ્યમંત્રી સાથેની ચર્ચા દરમ્યાન નેધરલેન્ડ રાજદૂતે એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં કોલ્ડ સ્ટોરેજ, તેમજ કોલ્ડ સ્ટોરેજમાં સોલાર એનર્જી નો ઉપયોગ,વેલ્યુચેઇન, ઇ-મોબિલીટી ચાર્જીંગ, વોટર મેનેજમેન્ટ, વોટર ટ્રિટમેન્ટ તથા એગ્રી વેસ્ટ, બાયોવેસ્ટના પ્રોડક્ટીવ ઉપયોગ સહિતના સેકટરમાં પણ તેઓ સહયોગ આપવા માટે ઉત્સુક છે.

        નેધરલેન્ડ વાયબ્રન્ટ સમિટ-2022માં ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થશે અને રોકાણો અંગે MOU કરવાની દિશામાં પણ સકારાત્મક વિચારશે, એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ નેધરલેન્ડના રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિભેટ રૂપે આપીને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રત્યક્ષ મુલાકાત લેવાનો પણ આગ્રહ કર્યો હતો. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ ઉદ્યોગ કમિશનર અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી પણ સહભાગી થયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW