HomeNationalકાનપુરમાં બાળકને તેડીને જતા પિતા પર લાઠીચાર્જ કરનાર SHO સસ્પેન્ડ : વરુણ...

કાનપુરમાં બાળકને તેડીને જતા પિતા પર લાઠીચાર્જ કરનાર SHO સસ્પેન્ડ : વરુણ ગાંધીએ કહ્યુ- ન્યાય માંગનારા સાથે બર્બરતા શા માટે ?

કાનપુર, શુક્રવાર

      ઉત્તરપ્રદેશના કાનપુર દેહાતથી પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક પોલીસકર્મી એક વ્યક્તિ પર લાઠીઓ વરસાવી રહ્યો છે અને જે શખ્સ સાથે આ શરમજનક હરકત કરાય રહી છે, તેણે એક બાળક તેડયું છે. આ બાળક પોતાના પિતાની સાથે પોલીસ દ્વારા થઈ રહેલી બર્બરતા જોઈને હેબતાય ગયું છે અને રડી રહ્યું છે.

      એક મિનિટથી પણ ઓછા સમયગાળાનો આ વીડિયો પોલીસની બર્બરતાની કહાની ઉજાગર કરવા માટે પુરતો છે. જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો હતો, તે વારંવાર પોલીસને વિનંતી કરી રહ્યો હતો કે બાળકને વાગી જશે, તેને મારવામાં આવે નહીં. પરંતુ પોલીસકર્મી પોતાની સત્તાના નશામાં ચકચૂર થઈને આ વ્યક્તિની વાત માનવા માટે તૈયાર નથી. સોશયલ મીડિયા પર વાઈરલ આ વીડિયો પર યુપી પોલીસની આકરી ટીકા થઈ રહી છે.

      હવે અહેવાલો છે કે લાઠીચાર્જ કરનારા એસએચઓને લાઈન હાજર કરીને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જો કે પોલીસે પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો હતો, તે અને તેનો ભાઈ હોસ્પિટલમાં અરાજકતા ફેલાવી રહ્યા હતા.

      આ મામલામાં ભાજપના સાંસદ વરુણ ગાંધીએ એક ટ્વિટ કરીને પોતાની જ પાર્ટીની સત્તાવાળી યુપી સરકાર અને યુપી પોલીસને નિશાને લીધી છે. વરુણ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે સશક્ત કાયદો-વ્યવસ્થા તે છે, જ્યાં કમજોરથી કમજોર વ્યક્તિને ન્યાય મળી શકે. એટલું જ નહીં ન્યાય માંગનારાઓને ન્યાયના સ્થાને આ બર્બરતાનો સામનો કરવો પડે, આ ઘણું કષ્ટદાયક છે. ભયભીત સમાજ કાયદાના રાજનું ઉદાહરણ નથી. સશક્ત કાયદો વ્યવસ્થા તે છે, જ્યાં કાયદાનો ભય હોય, પોલીસનો નહીં.

        પોલીસે આ લાઠીચાર્જ જિલ્લા હોસ્પિટલના કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને લઈને કર્યો હતો. કર્મચારીઓ હોસ્પિટલની બાજૂમાં ચાલી રહેલા ખોદકામનો વિરોધ કરી રહ્યા હતા, કારણ કે અહીંથી માટી ઉડીને આખી હોસ્પિટલમાં ભરાય રહી હતી. પરંતુ આ દરમિયાન બાળક તેડેલા પિતા પર પોલીસે જે કાર્યવાહી કરી છે, તે ગંભીર સવાલો પેદા કરે છે.

         આ દરમિયાન એક કર્મચારી રજનીશને પોલીસ માર મારતા-મારતા પોલીસ સ્ટેશન પણ લઈ ગઈ. એસડીએમ વાગીશ શુક્લાનો આરોપ છે કે કર્મચારી સવારથી હોસ્પિટલમાં દેખાવ કરી રહ્યા હતા. ગેટ બંધ કરી દેવામાં આયા હતા. માટે એક કર્મચારી રજનીશને પકડવામાં આવ્યો છે. એસડીએમએ પણ એ કહેવાથી ચુક્યા નહીં કે લાઠીચાર્જ તો ક્યાંય થયો જ નથી.

       પ્રશાસનનો આરોપ છે કે હોસ્પિટલના કર્મચારીઓથી દર્દીઓને પરેશાની હતી. તેવામાં તેમને હટાવવા પ્રશાસન અને પોલીસની જવાબદારી હતી. પોલીસ પ્રમાણે, પહેલા વાતચીત દ્વારા દેખાવકારોને હટવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે વાત બની નહીં, તો લાઠીચાર્જ કરવામાં આવ્યો. તે દરમિયાન પોલીસે જિલ્લા હોસ્પિટલના કર્મચારી નેતા રજનીશ શુક્લાને દોડાવી-દોડાવીને માર્યો અને પોલીસ વેનમાં લઈને ચાલી ગઈ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW