HomeGujaratવાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2022 સંદર્ભે ગાંધીનગર જિલ્લાના ઔદ્યોગિક એકમોને માહિતગાર...

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2022 સંદર્ભે ગાંધીનગર જિલ્લાના ઔદ્યોગિક એકમોને માહિતગાર કરતો વર્કશોપ યોજાયો

 અમદાવાદ, શુક્રવાર

   વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી – 2022માં થનાર છે. તેના અનુસંધાને જિલ્લાના ઉદ્યોગકારોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમો, તેની રૂપરેખા મળી રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ગેઝીયા, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશનો તથા ઉદ્યોગકારોને જાણકારી અને માર્ગદર્શન અંગેનો વર્કશોપ યોજાયો હતો.

   વર્કશોપમાં ઉદ્યોગકારોનું સ્વાગત કરતાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી રીકેન શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2020-21માં ગુજરાત રાજ્ય FDI લાવવામાં, Logistic Performance Index, Export Preparedness Index 2020, Best Performer in National Start-Up Rankingમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

  રાજ્ય સરકાર દ્વારા, MSME ઉદ્યોગોને લેવાના થતાં અમુક પરવાનાઓમાં 3 વર્ષ સુધી છુટછાટ આપવામાં આવેલી છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત સરકારના વિવિધ વિભાગો દ્વારા Investor Facilitation Portal (IFP) ઉપર 8,60,000 થી વધુ અરજીઓની ઓનલાઇન પ્રોસેસ કરવામાં આવેલી છે. ઉદ્યોગો માટે જમીનની ઉપલબ્ધતા માટે GIS based Map થકી Digitalized Land Bank તૈયાર કરવામાં આવી છે. ઉદ્યોગોને સહાયરૂપ થવા માટે Dedicated Country Deskની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. કુલ 2617થી વધુ Compliance દૂર કરી ગુજરાત, દેશના મોખરેના ત્રણ રાજ્યો પૈકી સ્થાન ધરાવે છે. આ બેઠકમાં ગુજરાત સરકારની 20થી વધુ સેક્ટર સ્પેસીફિક સહાય પોલિસીઓ જેવી કે, ઔદ્યોગિક નીતિ – 2020, ગારમેન્ટ અને એપરલ પોલિસી, ઇલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસી ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ અને લોજીસ્ટીક પાર્ક પોલિસી,  સોલાર પોલિસી, એગ્રો – બીઝનેસ પોલિસી, IT/ITeS પોલિસી, એરોસ્પેસ અને ડીફેન્સ પોલિસી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

   તા: 10,11,12 જાન્યુઆરી 2022 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તથા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો હેઠળ Green Mobility, Sustainable Infrastructure, TECHADE – Innovation & Technology, Clean Energy for Energy Independence, Collective action for mitigating Climate change, Make in Gujarat for the world : Local goes Global, Natural agriculture, Blue Economy, Battery storage based solutions, વગેરે વિશે વિગતવાર માહિતી  આપવામાં આવી હતી તથા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી વધુમાં વધુ પ્રમાણમાં ઉદ્યોગકારો ભાગ લઇ સમિટને સફળ બનાવે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. ગેઝીયા, ગાંધીનગરના પ્રમુખ શ્રી ચાણક્ય પટેલે જણાવ્યું હતું કે, આજે જે માર્ગદર્શન મળ્યું છે તેના કારણે નાના અને નવા ઉદ્યોગપતિઓને સરળતા થશે અને પોતાના વ્યવસાયને ગ્લોબલ કક્ષાએ સ્થાન મેળવવામાં સરળતા થશે. આવનારા દિવસોમાં પણ આપણને આજ પ્રકારનો સહકાર મળશે તેવી તેઓએ અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW