HomeGujaratજામનગરમાં મુકેશ અંબાણીના પૌત્રની બર્થડે પાર્ટીમાં ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન, સેલિબ્રિટીઓનું એરપોર્ટ પર...

જામનગરમાં મુકેશ અંબાણીના પૌત્રની બર્થડે પાર્ટીમાં ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન, સેલિબ્રિટીઓનું એરપોર્ટ પર આગમન

જામનગર, શુક્રવાર

   મુકેશ અંબાણી પૌત્રનો જન્મદિવસ જામનગરમાં મનાવવાના છે. જાણીતી સેલિબ્રિટીઓ જામનગરના મહેમાન બનવાના હોઈ, એરપોર્ટ પર ચહલ-પહલ જોવા મળી રહી છે. સેલિબ્રિટીઓ માટે એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાજરી આપવા સેલિબ્રિટીઓ જામનગર પહોંચી રહી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને ઝહીર ખાન પરિવાર સાથે પહોંચ્યા છે.

   અંબાણી પરિવારે ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. જામનગરના એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણીની ખાસ તૈયારી કરવામાં આવી છે.પૃથ્વી અંબાણીના પ્રથમ જન્મદિવસની સ્પેશિયલ કેક મુંબઈથી ફ્લાઈટમાં આવી હતી.મુકેશ અંબાણીના પૌત્રના જન્મદિવસે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 જેટલા બ્રાહ્મણો પૃથ્વી અંબાણીને આશીર્વાદ આપવાના છે.પુત્ર પૃથ્વીના જન્મદિવસ માટે શ્લોકા અંબાણીએ નેધરલેન્ડથી રમકડાં મગાવ્યાં છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં મહેમાનો માટે ખાસ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ માટે ઇટાલી અને થાઇલેન્ડથી ઇન્ટરનેશનલ શેફની ટીમ બોલાવવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW