HomeGujaratકેવિન પીટરસને ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું, "ખેલાડીઓને દોષ ન આપો, સિસ્ટમને ઠીક...

કેવિન પીટરસને ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું, “ખેલાડીઓને દોષ ન આપો, સિસ્ટમને ઠીક કરો.”

નવી દિલ્હી, શુક્રવાર

   ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝની પ્રથમ ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 147 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના કારણે મુલાકાતી ટીમ મેચના પહેલા જ દિવસે પાછળ પડી ગઈ હતી. ત્યારબાદ બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને ઈંગ્લેન્ડની વાપસીની તકોને વધુ મુશ્કેલ બનાવી દીધી હતી.

   ઈંગ્લેન્ડના ખરાબ પ્રદર્શનથી બ્રિટિશ ચાહકો ખૂબ જ આશ્ચર્ય અને નારાજ છે અને તેઓ આ પ્રદર્શન માટે ખેલાડીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન આ વાત સાથે સહમત નથી. કેવિન પીટરસને ગુરુવારે ચાહકો અને ટીકાકારોને વિનંતી કરી હતી કે તેઓ બ્રિસ્બેન ટેસ્ટના પ્રથમ બે દિવસમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓને તેમના ફ્લોપ-શો માટે દોષિત ન ઠેરવે. પીટરસને ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું, “ખેલાડીઓને દોષ ન આપો, સિસ્ટમને ઠીક કરો.”પહેલા દિવસની રમત સમાપ્ત થયા બાદ પણ પીટરસને ટ્વીટ કર્યું, ‘147 ઓલઆઉટ. કૃપા કરીને સારૂ પ્રદર્શન ન કરવા બદલ ખેલાડીઓને દોષ ન આપો. કાઉન્ટી સિસ્ટમ સંપૂર્ણપણે ખામીયુક્ત છે અને પૂરતા કઠિન અને ઉચ્ચ ગુણવત્તાવાળા બેટ્સમેન પેદા કરી શકતી નથી. હું વર્ષોથી કહી રહ્યો છું – ત્યાં ઘણી બધી કાઉન્ટીઓ છે.’

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW