HomeNationalCDS રાવતના નિધનને લઈને ડિફેન્સ એક્સપર્ટે ચીન તરફ ચિંધી આંગળી, ચીની અખબાર...

CDS રાવતના નિધનને લઈને ડિફેન્સ એક્સપર્ટે ચીન તરફ ચિંધી આંગળી, ચીની અખબાર GTએ અમેરિકા પર ઢોળ્યો દોષનો ટોપલો !

નવી દિલ્હી, ગુરુવાર

   ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના અસામયિક નિધનથી આખો દેશ શોકની લાગણી અનુભવી રહ્યો છે. તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે થયેલી હેલિકોપ્ટરના ક્રેશ થવાની દુર્ઘટનાથી જનરલ રાવત તેમના પત્ની મધુલિકા સહીત 13 પ્રવાસીઓના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને મંથન શરૂ થઈ ચુક્યું છે અને ઘણાં વિશેષજ્ઞોએ આ દુર્ઘટના પર પોતપોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. આ મામલામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને હથિયાર નિયંત્રણના મામલે વિશેષજ્ઞ, ભૂરણનીતિકાર અને લેખક બ્રહ્માચેલાનીનું એક ટ્વિટ ઘણું ચર્ચામાં છે. ત્યાં સુધી કે ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ આના પર આકરી પ્રતિક્રિયા આપી છે.

   પ્રોફેસર બ્રહ્માચેલાનીએ સીડીએસ જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશને લઈને તબક્કાવાર ટ્વિટ્સ કર્યા છે. તેમણે આ ટ્વિટ્સ દ્વારા ચીન વિરુદ્ધ આક્રમક વલણ અખત્યાર કરનારા જનરલ રાવત અને તાઈવાનના સેનાધ્યક્ષના હેલિકોપ્ટર ક્રેશને લઈને ડરાવનારી સમાનતાઓ ઉજાગર કરી છે. ગ્લોબલ ટાઈમ્સે બ્રહ્માચેલાનીના ટ્વિટ્સમાં ચીનના ઉલ્લેખ મામલે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેમના દ્રષ્ટિકોણના હિસાબથી તો અમેરિકા પર પણ શંકા કરી શકાય છે. તેના પછી પ્રોફેસર બ્રહ્માચેલાનીએ પણ ગ્લોબલ ટાઈમ્સને સણસણતો જવાબ આપ્યો છે.

   પ્રોફેસર બ્રહ્માચેલાનીએ પોતાના પહેલા ટ્વિટમાં લખ્યું હતું કે ગત 20 માસમાં ચીનની સાથે સીમા પર તણાવને કારણે હિમાલયના મોરચા પર યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે અને આવા સમયે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમના પત્ની અને અન્ય 11 સૈન્યકર્મીઓનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુની ઘટના આનાથી વધારે ખરાબ સમય પર થઈ શકે નહીં. તેમણે પોતાના અન્ય એક ટ્વિટમાં લખ્યુ છે કે જનરલ રાવતનું મૃત્યુ અને તાઈવાનના જનરલ સ્ટાફના પ્રમુખના મોતની વચ્ચે ડરાવનારી સમાનતાઓ છે. 2020ની શરૂઆતમાં તાઈવાનના જનરલ સ્ટાફના પ્રમુખ, જનરલ શેન યી મિંગનું હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું અને બે અગ્રણી જનરલો સહીત સાત લોકોના તે દુર્ઘટનામાં જીવ ગયા હતા. આ બંને જ હેલિકોપ્ટર ક્રેશમાં બંને દેશોની એ ખાસ શખ્સિયતોના મોત નીપજ્યા કે જેઓ ચીનની આક્રમકતાની સામે ઘણાં મહત્વપૂર્ણ ચહેરા હતા.

   બ્રહ્માચેલાનીએ પોતાના આગામી ટ્વિટમાં લખ્યુ છે કે આ વિચિત્ર સમાનતાઓને એ મતલબ નથી કે બંને હેલિકોપ્ટર દુર્ઘટનાઓમાં કોઈ કનેક્શન છે અથવા કોઈ બહારી શક્તિનો હાથ છે. કંઈપણ હોય, દરેક દુર્ઘટના દેશની અંદર મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવે છે, ખાસ કરીને ટોચના જનરલોને લઈ જનારા સૈન્ય હેલિકોપ્ટરોના રખરખાવ સંદર્ભે. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે બ્રહ્માચેલાનીના ટ્વિટને રિટ્વિટ કરીને કટાક્ષભર્યા લહેજામાં લખ્યુ છે કે આ દ્રષ્ટિકોણથી તો અમેરિકાની પણ આ હેલિકોપ્ટર ક્રેશમાં ભૂમિકા હોઈ શકે છે, કારણ કે ભારત અને રશિયા, એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની સાથે આગળ વધી રહ્યા છે અને અમેરિકાએ આ ડીલને લઈને આકરો વિરોધ વ્યક્ત કર્યો છે.

   પ્રોફેસર બ્રહ્માચેલાનીએ પણ ગ્લોબલ ટાઈમ્સના ટ્વિટને રિટ્વીટ કરતા કહ્યુ છે કે ચીનના સરકારી મીડિયાનું મુખપત્ર કેવી રીતે મારા ટ્વિટ થ્રેડ દ્વારા ભ્રમ પેદા કરવાની કોશિશ કરી રહ્યું છે કે સીડીએસ રાવતના હેલિકોપ્ટર ક્રેશની પાછળ અમેરિકાનો હાથ છે, કારણ કે ભારત રશિયાની સાથે એસ-400 મિસાઈલ ડીલ કરી રહ્યું છે. આ ટ્વિટ્સ ચીનના પ્રશાસનની ભ્રષ્ટ માનસિકતાઓને દર્શાવે છે. આ આખા ઘટનાક્રમ બાદ પ્રોફેસર બ્રહ્માચેલાનીએ વધુ એક ટ્વિટ કરીને કહ્યુ કે સ્પષ્ટ વિચારવામાં સક્ષણ અને સ્પષ્ટપણે પોતાની વાત રજૂ કરનારા જનરલ રાવત ચીનની આક્રમકતા પર ભારતનો ચહેરો બની ગયા હતા. જ્યાં રાજકીય નેતૃત્વ ચીનનું નામ લેવાનું પણ ટાળી રહ્યું છે, તો સીડીએસ રાવત જ હતા જે કોઈપણ લાગ-લપેટ વગર લોકોની સામે સત્ય રજૂ કરતા હતા. જનરલ રાવતની ભરપાઈ કરવી બિલકુલ પણ આસાન નહીં હોય.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW