નવી દિલ્હી,બુધવાર
તમિલનાડુના કૂન્નુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત શહીદ થતા દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે. જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવતનું પણ દુર્ઘટનામાં મોત થયું છે. હેલિકોપ્ટરમાં સવાર 14 માંથી 13 લોકોના મોત થયા છે. ફક્ત એક વ્યક્તિ જીવિત બચ્યો છે. જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકોને લઈને આર્મી બેસથી ઉપડેલા Mi-17V5 હેલિકોપ્ટરને નીલિગીરી જિલ્લાના જંગલોમાં અક્સ્માત નડ્યો હતો જેમાં સવાર 14 લોકોમોંથી 13 ના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ જીવિત બચી ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું
હું તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું જેમાં અમે જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય કર્મચારીઓને ગુમાવ્યા છે. તેઓએ અત્યંત ખંતથી ભારતની સેવા કરી.પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો
દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટ્વીટ કર્યું, “જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા જીના અકાળે અવસાનથી આઘાત અને દુઃખી છું. દેશે તેનો એક બહાદુર પુત્ર ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમના ચાર દાયકાઓ. તેમની નિઃસ્વાર્થ સેવા. અસાધારણ બહાદુરી અને બહાદુરી દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.”
રક્ષા મંત્રીએ શોક વ્યક્ત કર્યો
અકસ્માત અંગે શોક વ્યક્ત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખ્યું, “તમિલનાડુમાં આજે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સશસ્ત્ર દળના જવાનોના આકસ્મિક અવસાનથી ખૂબ જ દુઃખી છું”: રક્ષા મંત્રી રાજનાથ સિંહ
ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો
CDS જનરલ રાવતના નિધન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આ દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. તેમણે કહ્યું કે અમે અમારા CDS જનરલ બિપિન રાવત જીને ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. અમિત શાહે કહ્યું કે તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી છે. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી,
રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો
CDS જનરલ બિપિન રાવતના નિધન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “હું જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના મૃત્યુ પર પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ એક અભૂતપૂર્વ દુર્ઘટના છે અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. “તમારી સાથે. અન્ય તમામ લોકો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુઃખની ઘડીમાં ભારત દેશ સાથે છે.”
અહીં, ભારતીય વાયુસેનાએ તેના ટ્વીટમાં કહ્યું કે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્થાનિક સૈન્ય અધિકારીઓ પહેલાથી જ ઘટના સ્થળે છે. આ સિવાય સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા.

