HomeNationalસેના પ્રમુખ નરવણે બની શકે છે નવા CDS, વડાપ્રધાન મોદીએ સુરક્ષા મુદ્દે...

સેના પ્રમુખ નરવણે બની શકે છે નવા CDS, વડાપ્રધાન મોદીએ સુરક્ષા મુદ્દે કેબિનેટ બેઠક બોલાવી

8 ડિસેમ્બરના રોજ દેશમાટે એક માટી દુર્ઘટનાનો દિવસ સાબિત થયો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતના નિધનના સમાચારે દેશને હચમચાવી દીધો છે. હવે સવાલો તે ઉઠી રહ્યાં છે કે ખાલી થયેલા આ પદના દાવેદાર કોણ છે ? દેશની સુરક્ષાની મહત્વની જવાબદારી કોના ખંભા ઉપર હશે ?

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

બિપીન રાવતના નિધનના સમાચારથી સરકાર અને દેશ બંને હચમચી ગયાં છે. પરંતુ સવાલ દેશની સુરક્ષાનો છે. આ દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંજે 6.30 વાગ્યે સુરક્ષા મુદ્દે કેબિનેટ કમિટીની બેઠક કરી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત કમિટીની સદસ્ય હાજર રહ્યાં હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે મીટીંગમાં બિપીન રાવતની જગ્યાએ નવા સીડીએસના નામ ઉપર ચર્ચા થઈ હતી. સિનિયોરીટીના હિસાબ જનરલ એમએમ નરવણેની દાવેદારી સૌથી મજબુત દેખાઈ રહી છે.

ડિફેન્સ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સરકાર કોને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે પસંદગી કરશે તે તો કોઈ નથી જાણતું. પરંતુ સંભાવના જરૂર વ્યક્ત કરી શકાય છે. આ પદ એટલું મહત્વનું છે કે કોઈ સીનિયર અને અનુભવી અધિકારીને જ તેમના માટે પસંદગી કરી શકાય છે. તે રીતે જોવામાં આવે તો ત્રણે સેનાઓ આર્મી, નેવી અને એરફોર્સના ચીફ તેના પ્રબળ દાવેદાર છે.

ડિફેન્સ એક્સપર્ટ સરીનના જણાવ્યા પ્રમાણે કોની પસંદગી કરવી જોઈએ તેનું કોઈ માળખુ તૈયાર કરાયું નથી પણ સંભાવનાઓના આધાર ઉપર કહી શકાય છે કે ત્રણે સેનાના પ્રમુખોમાં સૌથી સીનિયર અને અનુભવી વ્યક્તિની પસંદગી કરી શકાય છે. આ પ્રમાણે નૌ સેનાના અધિકારી એડમિરલ કરમવિરસિંહ સૌથી જૂનિયર છે.

હવે રહી વાત આર્મી અને વાયુસેનાના પ્રમુખની. આર્મીના પ્રમુખ જનરલ મુકુંદ નરવણે અને વાયુસેના પ્રમુખ એરસીફ માર્શક વિવેક રામ ચૌધરી છે. આ બંનેમાં પણ જો અનુભવ અને સીનિયોરીટીને જોવામાં આવે તો એમએમ નરવણેની દાવેદારી સૌથી વધારે પ્રબળ લાગી રહી છે. નરવણેને 60 વર્ષ થઈચુક્યાં છે. તેમને જનરલ બિપીન રાવત બાદ સેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યાં છે. નરપણે મિલિટ્રી વારફેરના સૌથી મોટા જાણકાર છે. જો કે ડિફેન્સ એક્સપર્ટે આ વાત ઉપર ભાર મુકતા જણાવ્યું છે કે તે કેન્દ્ર સરકાર નક્કી કરશે કે કોની બિપીન રાવત બાદ ખાલી થયેલા આ પદ ઉપર નિયુક્તિ કરાશે.

જનરલ નરવણે વર્તમાન સમયમાં સેના પ્રમુખ છે. તે પહેલા તે સેનાના ઉત્તરી કમાંડના પ્રમુખ હતા. સેનામાં પોતાના 4 દાયકાના કાર્યકાળમાં નરવણેએ ઘણી પડકારજનક જવાબદારીઓને સંભાળી છે. તેણે કાશ્મીરથી લઈને નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં પોતાની તૈનાતી દરમયાન આતંકી ગતિવિધિઓને રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. નરવણે શ્રીલંકામાં 1987 દરમયાન ચલાવવામાં આવેલા ઓપરેશન પવનમાં પીસ કીપિંગ ફોર્સનો ભાગ રહી ચુક્યાં છે. જનરલ એમએમ નરવણેએ 1 સપ્ટેમ્બરમાં ભારતીય સેનાના ઉપપ્રમુખનો પદ્દ ગ્રહણ કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW