HomeNationalભારત-પાકિસ્તાનનના 1971 શોર્ય અને સાહસની અનોખી કહાની ભાગ-4 યુદ્ધ બાદ ભારતના 54...

ભારત-પાકિસ્તાનનના 1971 શોર્ય અને સાહસની અનોખી કહાની ભાગ-4 યુદ્ધ બાદ ભારતના 54 સૈનિકો ઘરે જ ન આવ્યા


ભારત પાકિસ્તાનનું યુધ્ધ 1971માં બાંગ્લાદેશ મુકિત સાથે પૂર્ણ થયું. અને તેની સાથે દુનિયામાં બાંગ્લાદેશ નામના દેશનો ઉદય થતા પાકિસ્તાનનો એક હાથ કપાઈ ગયો હતો. ભારતીય સેનાએ જે પરાક્રમ કર્યું તેની શોર્યગાથાઓં આજે પણ ગવાઈ છે.પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી એજ વાત એ છે કે યુદ્ધ દરમિયાન ભારતના પણ 54 સૈનિકોમાં 30 ભુમીસેના અને 24 વાયુસેનાના સૈનિકો હતા. તેઓ વેસ્ટર્ન ફ્રન્ટ પર યુદ્ધ લડતા ત્યારે ગુમ થયા હતા.


આ જવાનોનું શું થયું અને કેવી સ્થિતિમાં હશે ?જીવતા હશે કે નહી રાહ જોઈ જોઇને જવાનોના સગા સંબંધીઓના આંસુ પણ સુકાઈ ગયા છે. સૌ કોઈ જાણે છે કે પાકિસ્તાનના આપણે 92 હજારથી વધુ સૈનિકો યુધ્ધ કેદી તરીકે પકડાયા હતા જેને માનભેર પાછા મોકલી દીધા પરંતુ આપણા સૈનિકો પાછા આવ્યા નથી 1979માં લોકસભા ફ્લોર પર 40 સૈનિકોની યાદી મુકવામાં આવી હતી.પછીથી 14 પણ ઉમેરવામાં આવ્યા હતા.એવું માનવામાં આવે છે. કે યાદી સાથે જવાનોને પાકિસ્તાનની જુદી જુદી જેલમાં પુરવામાં આવ્યા હતા.તેનો નામો ઉલ્લેખ પણ હતા.


પાકિસ્તાનના શાસકોને વારંવાર પૂછવામાં આવ્યું હતું પરંતુ 1989 સુધી અમારી પાસે એક પણ ભારતીય કેદી નથી એવું ગાણું ચાલુ રાખ્યું છે.પાકિસ્તાનના ઝુલ્ફીકાર ભુટ્ટોના પુત્રી બેનઝીર ભુટ્ટો વડાપ્રધાન બન્યા ત્યારે યુદ્ધ કેદીઓ હોવાનું એક વાર બોલી ગયા હતા. પરંતુ એ પછી તેને ફેરવી તોડ્યું હતું. પાકિસ્તાનના જનરલ મુશર્રફને પૂછવામાં આવ્યું ત્યારે ડીપ્લોમેટીક જવાબ મળ્યો કે જો કેદીઓ હોય તો છોડી મુકવા એ માનવીય કાર્ય છે પરંતુ અમારે ત્યાં છે જ નહી પાકિસ્તાન ભલે પણ સાચી વાત એ હતી કે તેને મોટી સંખ્યામાં કેદીઓને રોખ્યા હતા.જો જવાન કેદમાં નથી અને શહીદ થયા હશે અને જો શહીદ થયા હોય તો તેમના પાર્થિવ દેહ તો મળવા જોઈએને ?

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW