HomeGujaratરાજકોટ, ભુજ, નલિયા, પોરબંદર,દ્વારકા, ઓખામાં ઠંડી વધી

રાજકોટ, ભુજ, નલિયા, પોરબંદર,દ્વારકા, ઓખામાં ઠંડી વધી

ભૂજ, સોમવાર

    સૌરાષ્ટ્ર-કચ્છમાં અમુક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે અમુક શહેરોમાં ઠંડી ઘટી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા થતાં અને ઉત્તર દિશામાંથી પવન ફુંકાઈ રહ્યા હોવાથી આવતીકાલથી ઠંડીના પ્રમાણમાં બધી જગ્યાએ વધારો થશે એવી ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે આવતીકાલથી લઘુતમ તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી જેટલો નીચે ઉતરશે અને ઠંડી વધશે.

    નલિયામાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 10.6 ડિગ્રી નોંધાયો છે જે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી નીચું તાપમાન દર્શાવે છે નલિયામાં ગઈકાલે 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન હતું. રાજકોટમાં આજે લઘુતમ તાપમાન 15. 8 ડિગ્રી છે જે ગઇકાલના 17.7 ડિગ્રીની સરખામણીએ 2 ડિગ્રી જેટલું ઓછું છે. ભુજમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી રહ્યું છે. કંડલામાં તાપમાનનો પારો એક સાથે છ ડિગ્રી જેટલો નીચે ઉતરી ગયો છે અને ત્યાં આજે 12 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. દ્વારકામાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી રહ્યું છે. ઓખામાં આજે 22.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે જે ગઇકાલની સરખામણીએ એકાદ ડિગ્રી જેટલું ઓછું છે. પોરબંદરમાં ગઈકાલે 19.3 અને આજે 17.4 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળમાં માત્ર સામાન્ય વધારો થયો છે અને આજે લઘુતમ તાપમાન 19.9 ડિગ્રી રહ્યું છે. વેરાવળની માફક અમરેલી અને ભાવનગરમાં પણ આજે લઘુત્તમ તાપમાનનો પારો એકાદ ડિગ્રી ઊચકાયો છે અમરેલીમાં 16.6 અને ભાવનગરમાં 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW