HomeGujaratકાશી અને મથુરામાં મંદિર બનાવવા માટે કાયદો લાવવો જોઈએ: તોગડિયા

કાશી અને મથુરામાં મંદિર બનાવવા માટે કાયદો લાવવો જોઈએ: તોગડિયા

અંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ શનિવારે અયોધ્યા બાદ કાશી અને મથુરામાં મંદિર બનાવવાની વાત કરી છે. તેમણે એવું કહ્યું કે જે રીતે કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને દૂર કરવામાં આવી છે. તે જ રીતે કાશી અને મથુરામાં મંદિર બનાવવા માટે કાયદો બનાવવો જોઈએ. ઉત્તર પ્રદેશના ભદોહીમાં એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા ગયેલા તોગડિયાએ કહ્યું, જેમ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવી દેવામાં આવી છે. તેવી જ રીતે કાશી અને મથુરામાં મંદિર બનાવવા માટે કાયદો લાવવો જોઈએ.

જો કે તોગડિયાએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, ‘જો કલમ 370 દૂર કરી દેવાઈ છે તો તે પણ થશે’. આ બંને જગ્યાએ સરકારે કાયદો બનાવીને મંદિર બનાવવા જોઈએ. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર ટિપ્પણી કરી નથી. પરંતુ જ્યારે તેમને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે ભગવા, જોગી અને યોગીઓના સમર્થક છીએ. યોગી સરકારના સત્તા પર ફરી આવવાના સવાલ પર તેમણે કહ્યું કે પડકાર મોટો છે. તોગડિયાએ કહ્યું કે કેટલાક વરિષ્ઠ લોકો સાથે વાતચીત થઈ રહી હતી. ત્યારે લોકોએ કહ્યું કે જે વોટ મળ્યા છે તેમાંથી 40 ટકા મત નહીં મળે. તેથી વધુ મહેનત કરવી પડશે. પીએમ નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને તોગડિયાએ કહ્યું કે, ‘તે પીએમ છે અને હું એક નાનો માણસ છું, તો નાના વ્યક્તિનો પીએમ સાથે સંબંધ કેવો હોઈ શકે.’ મોદી સાથે જૂના સંબંધોની યાદ કરતા તેમણે કહ્યું કે સત્તામાં ગયા પછી જૂના સંબંધોનો કોઈ અર્થ નથી. તેને હવે બાબરી મસ્જિદવાળા અંસારી ચર્ચામાં છે. તોગડિયાએ એ વાત પણ ઉમેરી કે, ત્રણ તલાકની જેમ ભાજપ સરકાર કાશી અને મથુરા માટે પણ મંદિરને એક ચોક્કસ કાયદો ઘડે. ઉત્તર પ્રદેશના જૌનપુરની મુલાકાત લેવા માટે આવેલા તોગડિયાએ કહ્યું કે, ભાજપ સત્તામાં છે એટલે આ કામ કરવું પડશે.

Dr. Pravin Togadia Comment On Nawaz Sharif For Indian Programs - देश के  कार्यक्रमों में नवाज शरीफ आएंगे क्या? - प्रवीण तोगड़िया | Patrika News

જોકે, એમના આ નિવેદનથી રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. તેમણે ઉમેર્યું કે, હિન્દુઓના સંઘર્ષથી રામ મંદિર તૈયાર થયુ છે. આ ખરેખર આનંદની વાત છે. હવે ભાજપની સરકારે કાશી અને મથુરા વિશે વિચારવું જોઈએ. જો ભાજપ સરકાર આવું કરશે તો એને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અવશ્ય ફાયદો થશે. આ મામલે કાયદો બનાવવો અને કાશી વિશ્વનાથનું સન્માન કરો. ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચીને વડાપ્રધાન મોદીએ સારૂ કામ કર્યું છે. આ કાયદો લાગુ પડત તો અમેરિકાની જેમ ભારતમાં પણ ઉદ્યોગપતિઓ ખેડૂતની ઉપજને 1300 રૂ. લેખે ખરીદીને રૂ.3000માં વેચી દેત. મોંઘવારી વધી છે ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW