દેશમાં કોરોના બાદ હવે ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં 17 જેટલા કેસો આવ્યાં છે. રાજસ્થાનમાં એક જ પરિવારના 9 સદસ્યો તથા મહારાષ્ટ્રમાં 7 લોકો અને દિલ્લીમાં એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયો છે.છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન રાજસ્થાન સુધી પહોંચી ગયો છે. અહીંયા એક પરિવારના 4 સદસ્યોમાં તેની પુષ્ટી કરાઈ છે. આ પરિવાર 25 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રીકાથી દુબઈ અને મુંબઈ થઈને જયપુર પહોંચ્યો હતો. ત્યાં તેનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેના સેમ્પલ જિનોમ સિક્વેન્સીંગ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પરિવાર રાજસ્થાન સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં સારવાર હેઠળ છે. તેના માતા-પિતા સહીત સાથે બે બાળકોનો પણ સમાવેશ થાય છે. તેના સંપર્કમાં આવેલા પરિવારના 5 લોકોમાં પણ ઓમિક્રોનની પુષ્ટી કરાઈ છે.
दिल्ली में ऑमिक्रॉन वेरिएंट का पहला मामला सामने आया है। मरीज़ को लोक नायक अस्पताल में भर्ती किया गया है। ऑमिक्रॉन कोई नई बीमारी नहीं है बल्कि कोरोना का ही एक वारिएंट है। इससे बचने के प्रोटोकॉल भी पहले की तरह ही है। इसलिए वैक्सीन लें, मास्क लगाएँ और सोशल डिस्टन्सिंग का पालन करें। pic.twitter.com/jUuctwYa8M
— Satyendar Jain (@SatyendarJain) December 5, 2021
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે પિંપરી ચિંચવાડમાં ઓમિક્રોનથી સંક્રમિક થયેલા 7 લોકોમાંથી 4 વિદેશથી આવ્યાં હતાં. આ તમામનો ટેસ્ટ કરાવાયો હતો. જેમાં તે પોઝિટીવ આવ્યાં હતાં. તે બાદ તેના સંપર્કમાં આવનારા અન્ય ત્રણ લોકોનો પણ ટેસ્ટ કરાવાયો હતો. આ ત્રણે લોકો પણ કોરોના પોઝિટીવ આવ્યાં હતાં. આ તમામના સેમ્પલ જિનોમ સિક્વેંસિંગ માટે મોકલાયા હતા. જ્યાં તેના રિપોર્ટમાં ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

દિલ્લીમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે સંક્રમિત તાન્જીનિયાથી આવ્યો હતો. એરપોર્ટ ઉપર તપાસ બાદ તે ઓમિક્રોન સંક્રમિત હોવાનું સામે આવતા તેને દિલ્લીની LNJP હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યાં હતાં. LNJP હોસ્પિટલના એમડી સુરેશ કુમારે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીને ગળામાં સોજો,થાક અને શરીરમાં દુઃખાવાના લક્ષણો જોવા મળ્યાં છે. સંક્રમિતે વેક્સિનના બંને ડોઝ લીધા હતા તે માટે તેનામાં હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.

