અમદાવાદ,રવિવાર
ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કેસ નોંધાયા બાદ સરકાર દોડતી થઈ છે અને સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે ત્યારે આરોગ્ય મંત્રીએ નાગરિકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. ઓમીક્રોન વેરીએન્ટની એન્ટ્રી વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યમાં નિયમોનું કડક પાલન કરાશે. તેમજ જોખમ પાત્ર તમામ દેશોથી આવતી ફ્લાઇટની યાત્રીઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમજ આ યાત્રીઓના રિપોર્ટ નેગેટિવ આવે તો જ ઘરે મોકલાશે. તેમજ આરટીપીસીઆર ટેસ્ટ બાદ પ્રવાસીઓને છૂટ અપાય છે. તેમજ ઘરે જઇને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત રોજે રોજ આવતી ફલાઇટનું મોનીટરિંગ કરવામાં આવે છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદે જણાવ્યું હતું કે, જામનગરમાં એક કેસ મળી આવ્યો છે. જો કે, રાજ્યના અન્ય કોઈ વિસ્તારમાંથી ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી. સાથે જ તેમણે કહ્યું કે, હાઇરિસ્ક દેશમાંથી દિવસની 8 થી 10 ફ્લાઇટ આવે છે ત્યારે તમામ પ્રવાસીઓનું સઘન ચેંકિંગ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવાના આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સરકાર સમગ્ર મામલે ગંભીર છે અને આપણી પાસે હાલ મેડિસિનનો પણ પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જો કે, વિદેશથી આવતા પ્રવાસીઓએ હવે 7 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે. જો કે, તેમણે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના નહીં હોવાની પણ વાત ઉચ્ચારી હતી. અત્યારે અમદાવાદ એરપોર્ટ પર દરરોજ રોજની સાતથી આઠ દેશોની ફ્લાઇટ આવે છે. તેમજ સરકાર પાસે તમામ પ્રકારોનો ડેટા છે. વિદેશથી આવેલા પ્રવાસીઓનો ડેટા રાખાય છે.
નાગરિકોને અપીલ કરતા ઋષિકેશ પટેલે કહ્યું કે, જનતા કોવિડની સરકારી ગાઈડલાઈનનું પાલન કરે અને જે લોકોએ વેક્સિન નથી લીધી તેઓ તાત્કાલિક લઇ લે.જેમના વેક્સિનના ડોઝ બાકી હશે તેમને ઘરે ઘરે જઈને ઓળખ કરાશે. વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ કહ્યું કે, કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે વાયબ્રન્ટ ગુજરાત ચોક્કસથી યોજાશે. જે ડેલિગેશન બહારથી આવશે તેમનું પણ ટેસ્ટિંગ કરાશે

