મુંબઈ, શનિવાર
નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે આ વર્ષે 24 ઓક્ટોબરના રોજ લગ્નની પહેલી એનિવર્સરી પણ રાજસ્થાનમાં સેલિબ્રેટ કરી હતી. બંનેએ લગ્નની પહેલી એનિવર્સરી ઉદયપુરના પિછોલા લેકમાં રોમેન્ટિક અંદાજમાં મનાવી હતી. આ પહેલા પણ નેહા કક્કરની રોમેન્ટિક તસવીરો સામે આવી હતી.
બોલિવૂડની ફેમસ સિંગર નેહા કક્કરે પતિ રોહનપ્રીત સિંહનો 27મો જન્મદિવસ પિંક સિટીમાં મનાવ્યો છે. મુંબઈ શહેરથી દૂર જયપુરના રિસોર્ટમાં નેહા ન માત્ર કેક કટ કરીને રોહનપ્રીતને , પરંતુ રાત્રે 12 વાગે રોમેન્ટિક ગીત ‘ગલ્લા કરિએ…’ પર પૂલ સાઈડ ડાન્સ પણ કર્યો. રોહનપ્રીતે બાથરોબની સાથે હેટ પહેરી હતી, નેહા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી.આ પહેલા પણ નેહા કક્કરની રોમેન્ટિક તસવીરો સામે આવી હતી. પતિની સાથે પેરિસમાં ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો. તેને ત્યાંના ફોટો પણ શેર કર્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એફિલ ટાવરની પાસે કપલ Kiss કરતું જોવા મળ્યું હતું. તે ઉપરાંત નેહા ઘણી વખત સોશિયલ મીડિયા પર રોહનની સાથે પ્રેમ વ્યક્ત કરતી રહે છે.

