ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે આ પહેલા ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ચૂકી છે. કોરોનાની બીજી લહેરમાં રાજય સરકાર પર મહામારી કાબુમાં લેવામાં નિષ્ફળતાના આક્ષેપ થયા હતા અને રાજ્યના લોકોમાં પણ મોટા પાયે નારાજગી સામે આવતા આગામી વિધાનસભા ચૂંટણીમાં નુકશાન જવાની શક્યતા વધતા વિજય રૂપાણી સરકાર વિખેરી દેવાઈ હતી. અને રાજ્યની કમાન ભુપેન્દ્ર પટેલને સોંપવામા આવી હતી.જે બાદ રાજ્યમાં ભાજપમાં જૂથબંધી ધીમેં ધીમે સામે આવી રહી છે. તાજેતરમાં રાજકોટમાં ભાજપના સ્નેહમિલનમાં વિજય રૂપાણી અને વજુભાઇ વાળા ગેરહાજર રહેતા પૂર્વ સીએમ નારાજગીના સમાચારનું પ્રમાણ વધ્યું છે.
રાજીનામાં આપ્યાના 84 દિવસ બાદ પૂર્વ સીએમ વિજય રૂપાણી અચાનક પીએમ નરેન્દ્ર મોદીને મળતા રાજકરણ તેજ થયું છે. રૂપાણી પાસેથી સીએમનું રાજીનામું માંગવામાં આવ્યું ત્યારે તેઓએ પીએમને મળવા અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ જે તે વખતે સમય મળ્યો ન હતો હવે અચાનક તેઓ પીએમ મળતા આગામી દિવસોમાં મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી ચર્ચા જોર પકડ્યું છે.

