HomeGujaratદિલીપ જોશીના ઘરે લગ્નનો રૂડો અવસર આવ્યો : દીકરીનાં લગ્ન તાજ હોટેલમાં...

દિલીપ જોશીના ઘરે લગ્નનો રૂડો અવસર આવ્યો : દીકરીનાં લગ્ન તાજ હોટેલમાં ભવ્ય સમારંભ યોજાશે

મુંબઈ, શનિવાર

   ‘તારક મહેતા’ સિરિયલમાં સૌથી વધુ કમાણી કરતા એક્ટર દિલીપ જોશીની દીકરી નિયતિ જોશીનાં લગ્ન 11 ડિસેમ્બર, 2021ના રોજ યોજાઈ રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે નિયતિ જોશીનાં લગ્ન એક NRI મુરતિયા જોડે થઈ રહ્યાં છે.સિરિયલમાં તોફાની ‘ટપુડા’ પપ્પા બનતા દિલીપ જોશીને રિયલ લાઇફમાં એક દીકરો ઋત્વિક અને એક દીકરી નિયતિ એમ બે સંતાન છે.

   તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી મહત્ત્વનું પાત્ર ભજવતા ‘જેઠાલાલ ચંપકલાલ ગડા’ યાને કે આપણા ગુજરાતી કલાકાર દિલીપ જોશીના ઘરે લગ્નનો રૂડો અવસર આવ્યો છે. દિલીપ જોશીની દીકરી નિયતિ બુક પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નિયતિ જોશીનાં લગ્ન ભારે ધામધૂમથી મુંબઈની તાજમહાલ હોટેલમાં યોજાશે. તેની તૈયારીઓની ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન ખુદ દિલીપ જોશી જાતે રાખી રહ્યા છે. દિલીપ જોશીએ ટેલિવિઝન, ફિલ્મ અને થિયેટર ઇન્ડસ્ટ્રીમાં ભરચક કામ કર્યું છે, એ જોતાં એમની દીકરીનાં લગ્નમાં અનેક સેલેબ્સ પણ પધારશે તે નક્કી વાત છે.આ ગ્રાન્ડ લગ્ન સમારંભમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ સામેલ થશે. પરંતુ જોવા જેવી વાત એ છે કે ‘દયાભાભી’નું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણી આ લગ્નમાં હાજર નહીં રહે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW