HomeGujaratરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 45 કેસ પોઝિટિવ : અમદાવાદમાં સૌથી...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 45 કેસ પોઝિટિવ : અમદાવાદમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા

અમદાવાદ, શુક્રવાર

   એક તરફ ઑમિક્રૉન વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાના વધતાં કેસ પણ ચિતા ઉપજાવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 45 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો કોરોનાને માત આપીને 45 દર્દી ડિસ્ચાર્જ થઈ ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 8 લાખ 17 હજાર 203 નાગરીકો કોરોનાને મહાત આપી ચૂક્યા છે.તો રસીકરણનો આંક 3 લાખ 90 હજાર 154 એ પહોચ્યો છે. રાજ્યમાં કોરોનાથી સજા થવાનો દર 98.74 ટકા થયો છે.

   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમણના કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 15, સુરતમાં 7 વડોદરામાં 8 કેસ નોંધાયા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓ એક પણ કેસ નોંધાયા વગરના છે. રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા 318 છે જેમાં વેન્ટીલેટર પર માત્ર 8 દર્દીઓ છે.310 જેટલા દર્દીઓ ‘સ્ટેબલ’છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW