દહેગામ, ગુરુવાર
ભારતમાં દર વર્ષે 2જી ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2021માં 37મો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વ માટે પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા સરકાર નિયમિતપણે જાગૃતિ અભિયાન ચલાવે છે. ચાલો જાણીએ કે પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી ક્યારે શરૂ થઈ, તેનો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ શું છે.
પ્રદૂષણ એક મોટી મુશ્કેલી છે જેનો સામનો માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. તેને પર્યાવરણીય પ્રદૂષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે પ્રદૂષણને કોઈ પણ પદાર્થના ઉમેરા તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, જેમકે નક્કર, પ્રવાહી કે વાયુ અથવા કોઈપણ પ્રકારની ઉર્જા જેવી કે ગરમી, ધ્વનિ વગેરે પર્યાવરણમાં ભળે ત્યારે વાતાવરણ દૂષિત બને છે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2 ડિસેમ્બર 1984ના ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃત કરવાનો, ઉદ્યોગોમાં જાગૃતિ ફેલાવવાનો છે જે પાણી, હવા, જમીન, અવાજ જેવા વિવિધ પ્રદૂષણનું કારણ બને છે, જે પર્યાવરણ અને આરોગ્યને અસર કરે છે. આપણે એ ભૂલી ન શકીએ કે ભોપાલ ગેસ દુર્ઘટના જેમાં ઝેરી ગેસ ‘મિથાઈલ આઈસોસાયનેટ (MIC)’ લીક થયો તે વિશ્વની અત્યાર સુધીની સૌથી ખરાબ દુર્ઘટના છે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2 ડિસેમ્બર 1984ના ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રદૂષણ ફેલાવવા માટે ઘણા પરિબળો જવાબદાર છે જેમકે, ફટાકડા ફોડવા, રસ્તા પર દોડતા વાહનો, બોમ્બ વિસ્ફોટ, પરાળી સળગાવવી, કન્સ્ટ્રકશન, ઉદ્યોગો દ્વારા ગેસનું લીકેજ વગેરે. (તસવીર પ્રતિકાત્મક છે)

