નવી દિલ્હી,ગુરુવાર
લોકસભા અને રાજ્યસભા બંનેએ સોમવારે ત્રણ નવા કૃષિ કાયદાઓ રદ કર્યા. લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર થયા પછી, રાષ્ટ્રપતિએ પણ તેમની સંમતિ આપી દીધી છે અને કાયદેસર રીતે ત્રણેય કૃષિ કાયદાઓ હવે સમાપ્ત થઈ ગયા છે. બુધવારે સાંજે સરકાર દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
કૃષિ કાયદા પાછા ખેંચવાને લગતું વિધેયક લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ ગયા બાદ રાષ્ટ્રપતિએ પણ તેમની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ કાયદાકીય રીતે ત્રણેય કૃષિ કાયદાનો અંત આવી ગયો છે. બુધવારે સાંજે આ અંગે સરકાર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લોકસભા અને રાજ્યસભામાંથી કૃષિ કાયદા પરત ખેંચવાનું વિધેયક સોમવારે જ પસાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે કૃષિ કાયદાને પાછાં લીધા હતા. લોકસભા અને ત્યારબાદ રાજ્યસભા બન્ને ગૃહમાં ત્રણેય કૃષિ કાયદા પાછાં લેવાના બિલને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યા હતા. કૃષિ કાયદા પાછા લેવાનું બિલ અગાઉ લોકસભામાં 12 વાગે રજૂ કરવામાં આવેલું, જે કોઈ જ ચર્ચા વગર ચાર મિનિટમાં જ મંજૂર કરવામાં આવ્યું. લોકસભા બાદ બપોરે 2 વાગે રાજ્યસભામાં આ બિલ રજૂ કરાયેલું, જ્યાં થોડી મિનિટોમાં જ પસાર કરવામાં આવ્યું.
લોકસભામાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (નિયમનકારી) બિલ,2020 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ રજૂ કરવા પાછળનો ઉદ્દેશ ટેકનિકલ રીતે સક્ષમ પ્રજનન સેવાઓનું યોગ્ય નિયમન કરવાનું છે. કાયદો બન્યા બાદ સરકાર એક રાષ્ટ્રીય બોર્ડની રચના કરશે, જે લેબ, મેડિકલ, ઉપકરણ, ક્લિનિકને લગતા માપદંડ નક્કી કરવા આચાર સંહિતા ઘડશે.આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (ART)સેવાઓના નિયમનનો મુખ્ય ઉદ્દેશ સંબંધિત મહિલાઓ અને બાળકોને શોષણથી સુરક્ષા આપવાનો છે. આ ઉપરાંત ટેકનોલોજીથી જન્મ લેતા બાળકોને કોઈ જૈવિક બાળની માફક સમાન અધિકાર આપવાની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો છે.

