ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ સામાન્ય માણસ ઉપર મોંઘવારીનો માર વધારે પડશે. 1લી ડિસેમ્બરથી ઘણી ચીજવસ્તુઓ અને સર્વિસ મોંઘી થવા જઈ રહી છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખીસ્સા ઉપર પડશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
દૈનિક ઉપયોગમાં લેવાતી માચીસની કિંમતમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. 1લી ડિસેમ્બરથી માચીસના બોક્સમાં 1 રૂપિયાનો વધારો થશે. હવે તેની કિંમત 1રૂપિયાથી વધીને 2 રૂપિયા થઈ જશે. તેનું કારણ નિર્માણકાર્યની કિંમતમાં થઈ રહેલો વધારો અને કાચા માલોની કિંમતોમાં વૃદ્ધિ થવું છે. ઉપભોક્તાઓ દ્વારા બે રૂપિયામાં મળનારા બાકસના એક બોક્સમાં 36ની જગ્યાએ 50 માચીસની સળી હશે.

જો તમે એસબીઆઈ ક્રેડીટ કાર્ડના યુઝર્સ છે તો તમારા માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. એસબીઆઈએ ક્રેડિટ કાર્ડના માધ્યમથી કરવામાં આવતા ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન માટે તમારે હવે વધારે રૂપિયા ચુકવવા પડશે. એસબીઆઈ કાર્ડસ એન્ડ પેમેન્ટ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડે જાહેરાત કરી છે કે હવે ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન માટે કાર્ડધારકોને 99 રૂપિયા પ્રોસેસિંગ ફી અને તેના ઉપર ટેક્સની ચૂકવણી કરવાની રહેશે. આ નવો નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થશે.

પંજાબ નેશનલ બેંકે તેમના ખાતાધારકોને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. બેંક 1 ડિસેમ્બર 2021થી સેવિંગ એકાઉન્ટમાં જમા રકમ ઉપર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. બેંકે પોતાની વેબસાઈટ ઉપર આપેલી માહિતીમાં જણાવ્યા પ્રમાણે બચત ખાતાઓ ઉપર વ્યાજ દર વાર્ષિક 2.90 ટકાથી ઘટાડીને 2.80 ટકા સુધી કરવાનો નિર્ણય કર્યો છે. બેંકના આ નિર્ણય પ્રમાણે નવા અને જૂના ગ્રાહકોની સાથે જ એનઆરઆઈ ગ્રાહકો ઉપર તેની અસર જોવા મળશે. આ પહેલા પીએનબીએ 1 સપ્ટેમ્બર 2021ના રોજ બચત ખાતા ઉપરના વ્યાજદરમાં કાંપ મુકીને 2.90 ટકા કરી દીધો હતો.

1લી ડિસેમ્બરથી એલપીજી ગેસની કિંમતોમાં પણ ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે. ફરી એકવખત એલપીજી સિલિન્ડરના ભાવોમાં વધારો થઈ શકે છે.

