HomeGujaratપાલિકા પ્રમુખના પતિએ જન્મ મરણ વિભાગના કર્મીને ગાળો આપ્યાના આક્ષેપ,

પાલિકા પ્રમુખના પતિએ જન્મ મરણ વિભાગના કર્મીને ગાળો આપ્યાના આક્ષેપ,

મોરબી નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં ફરજ બજાવતા મહેશભાઈ એન મહેતા નામના ક્લાર્ક અચાનક 10 દિવસનો રજા રીપોર્ટ મૂકી દીધો હતો જેમાં તેમણે મોરબી પાલિકાન પ્રમુખ કુસુમબેન પરમારના પતિ અને ભાજપના આગેવાન કરમશી ભાઈ પરમાર સામે કામગીરીમાં દખલ કરી ગાળો આપ્યાનું કારણ આપતા પાલિકામાં ખળભળાટ મચી ગયો હતો જોકે આ અંગે પાલિકા પ્રમુખના પતિ દ્વાર તેઓએ કોઈ પણ પ્રકારની ગાળાગાળી ન કરી હોય પણ જન્મ મરણ માટે આવતા અરજદારોને કારણવિના હેરાનગતી ન કરવાં અને ધક્કા ન કરાવવા બાબતે ટકોર કરી હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અરજદાર દ્વારા ક્લાર્ક વિરુદ્ધ ખોટી રીતે કનડગત કરતા હોવાની ફરિયાદ થતા પાલિકા પ્રમુખે કારણદર્શક નોટીસ ફટકારી હોય જેથી તેમના વિરદ્ધ ખોટા આક્ષેપ કરતા હોવાનું જણાવ્યું હતું

મોરબી નગરપાલિકામાં કોંગ્રેસ હોય કે ભાજપનું શાસન કર્મચારી અને પાલિકાના સભ્યો અથવા મહિલા સભ્યોના પતિ સાથે કોઈના કોઈ બબાતે ખેચતાણ થવાની ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એકવાર પાલિકામાં આવી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો આ અંગેની મળતી માહિતી મુજબ મોરબી પાલિકામાં જન્મ મરણ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ મહેશભાઈ એન મહેતાને પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારના પતિ કરમશીભાઈ દ્વારા જન્મ મરણના દાખલા બાબતે ભલામણ કરી હતી જોકે કોઈ કારણસર કામગીરી ન થતા બન્ને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી જે બાદ મહેશભાઈએ ચીફ ઓફિસરને 10 દિવસનો રજા રીપોર્ટ મૂકી દીધો હતો જેમાં રજા પર ઉતરવાનું કારણ પાલિકાના પ્રમુખ કરમશીભાઈ ગાળો આપતા તેઓ રજા પર ઉતરતા હોવાનું જણાવ્યું હતું. જોત જોતામાં સમગ્ર વાત આગની જેમ પ્રસરી ગઈ હતી

આ અંગે કરમશીભાઈએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોવિડથી થયેલ મોતની સહાય ચુકવવામાં આવતી હોય જેના કારણે અરજદારો પાલિકામાં આવી રહ્યા છે જેના કારણે લાંબી લાઈનો પણ લાગી રહી છે. અહી કોઈને પણ જન્મ મરણ શાખામાં કર્મચારી યોગ્ય જવાબ ન આપતા હોય અને બીનજરૂરી ધક્કા કરાવતા હોવાની ફરિયાદ ઉઠતા તેમને કામગીરી લોકોને હેરાનગતી ન થાય તે મુજબ કરવા સુચના આપી હતી જોકે તેઓ ખોટા આક્ષેપ લગાવી રહ્યા છે.તેમની કામગીરી બાબતે ફરિયાદ ઉઠતા તેમને પાલિકા પ્રમુખ દ્વારા કારણદર્શક નોટીસ પણ આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW