નવી દિલ્હી, સોમવાર
ભારતીય સેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનના પોતાના માળખાગત સુવિધાના ઝડપથી વિકસિત કરવાના મામલે વાંધો ઉઠાવ્યો છે. સૂત્રો મુજબ, બંને સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તાજેતરમાં આ ક્ષેત્રમાં થયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન ભારતીય સેનાએ ચીનની નિયંત્રણ રેખા પર હાઈવે પ્રોજેક્ટ સાથે તેના પર વિમાનના ઉતરાણ માટે બનાવવામાં આવેલી એરસ્ટ્રીપ નિર્માણ સામે વાંધો વ્યક્ત કર્યો છે.
ભારતીય સેના માટે આ ચિંતાનો વિષય છે કે ચીનની સેના વાસ્તવિક નિયંત્રણ રેખાની બિલકુલ નજીક લોકોને વસાવવાની સાથે સૈન્યલક્ષી માળખાગત સુવિધાઓને ઝડપથી વિકસિત કરી રહ્યું છે. આ સિવાય પીપલ્સ લિબરેશન આર્મીએ કેટલીક મિસાઈલ રેજીમેન્ટોની પણ તહેનાતી કરી છે. એલએસી પર પોતાના ફાઈટર અને ટ્રાન્સપોર્ટ વિમાનના ઉતરાણ માટે ચીને પહેલેથી કાશગર, ગાર ગુંસા અને હોટનમાં એરસ્ટ્રીપો બનાવી રાખી છે.
સૂત્રો મુજબ, ચીન પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એવા વિસ્તારોમાં બનાવી રહ્યું છે, જ્યાં પહાડીઓના ઢાળ હોવાને કારણે અમેરિકા કે અન્ય દેશોના સેટેલાઈટની નજરમાં તે આવી રહ્યા નથી. તેની સાથે ચીન પૂર્વ નિયંત્રણ રેખા પર પોતાના હાન સૈનિકોની સાથે તિબેટના યુવાઓને સેનામાં ભરતી કરીને અહીં તહેનાત કરી રહ્યું છે.
સૂત્રો પ્રમાણે, ગત વર્ષની સરખામણીએ ચીન આ વર્ષે સૈનિકોની બેરેકો, સડકો અને જવાનોની તહેનાતીના મામલામાં આ વર્ષે ઘણું વધારે મજબૂત થઈ ગયું છે. તેવામાં તેણે એલએસી નજીક હાઈને પહોળો કરવાની સાથે એરસ્ટ્રીપ બનાવીને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ચીનની નિયત યોગ્ય નથી. આ આક્રમક તેવર દર્શાવવા માટે જ એલએસી પર ખુદને સતત મજબૂત કરી રહ્યું છે. આ પરિસ્થિતિઓમાં ભારતીય સેનાની પાસે પણ એલએસી પર પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ક્ષેત્રમાં ભારતીય સેના પહેલાના મુકાબલે હવે ગણી વધારે મજબૂત થઈ ચુકી છે. ચીને ક્ષેત્રમાં પોતાના આકરા તેવર પોતાની વોર ગેમથી પોતાના 50 હજાર સૈનિકોની અક્સાઈ ચીન વિસ્તારમાં તહેનાતી કરીને દર્શાવ્યા છે. તેના પછી ભારતીય સેના તરફથી વળતા પગલા ભરવા સમયની માંગ બની ગયા હતા.
ભારતીય સેનાએ પાકિસ્તાન પર ધ્યાન કેન્દ્રીત કરી રહેલી પોતાની ઘણી બટાલિયનોને હાઈ આલ્ટિટ્યૂડવોરફેર ટ્રેનિંગ આપીને પૂર્વ લડાખમાં તહેનાત કરી હતી. હવે બદલાયેલી સ્થિતિમાં પૂર્વ લડાખમાં ભારતીય સેના અને સુરક્ષાદળો પહેલાથી વધારે મજબૂત થઈને તમામ વિસ્તારોની સુરક્ષાને સુનિશ્ચિત કરી રહ્યા છે. આ સમયે લડાખમાં કડકડતી ઠંડીમાં ભારતીય સેના ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરને વધારે સારું બનાવવાની સાથે ભારતીય વાયુસેનાને મજબૂત બનાવવાની મુહિમ હાથ ધરી છે. વાયુસેના હાલના સમયે મોટા પ્રમાણમાં એરલિફ્ટ અભિયાન ચલાવી ક્ષેત્રમાં શિયાળાનાના પડકારોનો સામનો કરવા માટે કાર્યવાહી કરી રહી છે.

