સલમાન ખાનની નવી ફિલ્મ ‘અંતિમ’ રીલિઝ થઈ ચૂકી છે. ચાહકોમાંથી પણ આ ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. પણ સલમાન ખાને તેના ફેન્સનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સિનેમા હોલમાં ફટાકડા ફોડતા જોવા મળી રહ્યા છે. સલમાન પોતાના ચાહકોને અપીલ કરી છે કે, આવું ન કરો. આનાથી સિનેમાઘરને મોટું નુકસાન થાય છે. ફિલ્મને લઈને ક્રિટિક્સ શું કહે છે એનાથી ચાહકોને કોઈ ફર્ક પડતો નથી.
સલમાન ખાનની નવી ફિલ્મ ‘અંતિમ’ ને લઈને પણ આવું ચિત્ર જોવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચાહકો સિનેમાઘરમાં ફિલ્મ જોવાની સાથોસાથ ફટાકડા ફોડી રહ્યા છે. ફિલ્મની સફળતાનું સેલિબ્રેશન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો સલમાન ખાન સુધી પહોંચ્યો હતો. જે વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને એક અપીલ કરી છે. સલમાને લખ્યું છે કે, હું મારા તમામ ચાહકોને અપીલ કરૂ છું કે, તેઓ સિનેમાઘરની અંદર ફટાકડા ન લઈ જાય. આવું કરવાથી સિનેમાહોલમાં આગ લાગી શકે છે. આગનું જોખમ વધી શકે છે. આનાથી પોતાના અને બીજાના જીવ ઉપર પણ જોખમ ઊભું થાય છે. મારી થિએટર્સ માલિકોને પણ અપીલ છે કે, લોકોને થિએટર્સમાં કોઈ પ્રકારના ફટાકડા ન લઈ જવા દે.સિક્યુરિટીએ એન્ટ્રી પોઈન્ટ પર જ આવા લોકોને અટકાવી દેવા જોઈએ. જે લોકો થિએટર્સમાં ફટાકડા લઈને જાય છે. ફિલ્મને સારી રીતે એન્જોય કરો, પણ મહેરબાની કરીને ફટાકડા અંદર ન લઈ જાવ. હું મારા દરેક ફેન્સને આ અપીલ કરું છું થેક્યું. ન માત્ર ફેન્સને પણ થિએટર્સ માલિકોને પણ સલમાન ખાને અપીલ કરી છે. એક્ટર તરફથી શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સિનેમાઘર આખુ ખિચોખિચ ભરેલું છે.
દર્શકો ફિલ્મ જોવાની સાથે ફટાકડા પણ ફોડી રહ્યા છે. ફિલ્મમાં ફાઈટસીન ચાલે છે અને સિનેમાઘરમાં ફટાડકા ફૂટે છે. આ ફિલ્મમાં સલમાન ખાન, આયુષ શર્મા, મહિમા મકવાણા લીડ રોલ પ્લે કરી રહ્યા છે. મહેશ માંજરેકરે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે.

