HomeNationalસિવિલિયન્સને નિશાન બનાવનારા તમામ આતંકીઓ ઠાર, કાશ્મીરમાં હવે ચલાવાશે સર્જિકલ ઓપરેશન્સ

સિવિલિયન્સને નિશાન બનાવનારા તમામ આતંકીઓ ઠાર, કાશ્મીરમાં હવે ચલાવાશે સર્જિકલ ઓપરેશન્સ

શ્રીનગર, સોમવાર

   ગત સપ્તાહે જમ્મુ-કાશ્મીરમાં સિવિલિયનોની હત્યાઓમાં સામેલ લગભગ તમામ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સશસ્ત્ર દળ હવે ઈન્ટેલિજન્સ આધારીત સર્જિકલ ઓપરેશન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તેમાં આતંકી ગતિવિધિઓનો સામનો કરવા માટે નાની ટીમો સામેલ છે. રવિવારે આની જાણકારી આપવામાં આવી છે.

   સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે આતંકનો સામનો કરવા માટે એક રિફાઈન્ડ દ્રષ્ટિકોણ જમ્મુ-કાશ્મીર પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને સેનાની વચ્ચે સારા સમન્વયનું એક વધારે સુક્ષ્મ માળખા હેઠળ રાખવામાં આવ્યું છે. તેનો ઉદેશ્ય આતંકવાદથી થનારી ક્ષતિને ઘટાડવાનું છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાં ગત મહિને નિર્દોષ નાગરિકોની હત્યાઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેના કારણે આ ક્ષેત્રમાં હિંસા અને ઉથલ-પાથલ વધવાની આશંકા પેદા થઈ છે. સૂત્રો પ્રમાણે, આતંકવાદની વિરુદ્ધ ચલાવવામાં આવેલા અભિયાનનું મુખ્ય ફોકસ નિર્દોષ લોકોની હત્યા રોકવાનું છે. સુરક્ષાદળોની તમામ શાખાઓ આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહી છે.

   આ કારણ છે કે ઈન્ટેલિજન્સ આધારીત સર્જિકલ ઓપરેશન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમા નાની ટીમોને પણ સામેલ કરવામાં આવી છે. આ પ્રકારે કાર્યવાહી માટે સ્થાનિક વસ્તીનું પણ સમર્થન પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. સૂત્રો પ્રમાણે ઈન્ટેલિજન્સના આધારે પાકિસ્તાન ખાતેના આતંકી આકાઓએ કાશ્મીરમાં સક્રિય પોતાની પ્રોક્સીઓને નિર્દેશ આપ્યા છે કે જ્યારે પણ સુરક્ષાદળો આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કરે તો ઓછામાં ઓછા 10 સિવિલિયન માર્યા જાય. તેમણે કહ્યુ છે કે 2018માં વિભિન્ન આતંકવાદ વિરોધી અભિયાનોમાં 24 સિવિલિયનો ઠાર થયા અને 49 ઘાયલ થયા. સૂત્રો પ્રમાણે, ગત ત્રણ વર્ષોમાં સુરક્ષાદળોએ નાગરિકોની સુરક્ષા માટે ઘણાં ઉપાયો કર્યા અને આ પ્રકારના પ્રયાસોના કારણે, માત્ર બે નાગરિકો માર્યા ગયા અને બેને મામૂલી ઈજા પહોંચી હતી.

   શ્રીનગરના હૈદરપોરામાં અથડામણ બાબતે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે એક ખાસ વર્ગ ગુમાવેલી જગ્યા પર કબજો કરવા માટે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગસિંહે ગુરુવારે કહ્યુ હતુ કે હૈદરપોરા એન્કાઉન્ટરની ચાલી રહેલી તપાસથી ઉજાગર થાય છે કે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે આતંકવાદીઓને એક નેટવર્કનું સમર્થન પ્રાપ્ત હતું.

   સૂત્રો મુજબ, સુરક્ષાદળોને જમ્મુ-કાશ્મીરના ઘણાં વિસ્તારોમાં સ્થાનિક લોકો પાસેથી કાર્યવાહી યોગ્ય ગુપ્ત જાણકારી સહીતનું સમર્થ મળી રહ્યું છે, કારણ કે તેમણે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવતા દુષ્પ્રચારને નામંજૂર કર્યો છે. સૂત્રોનો દાવો છે કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને જણાવવામાં આવ્યું છે કે 2018માં 318 આથંક સંબંધિત ઘટનાઓની સરખામણીમાં 2021માં માત્ર 121 આવી ઘટનાઓ નોંધાય છે. એક અન્ય સૂત્રનું કહેવું છે કે આ પ્રકારે 2019માં જ્યાં 202 પથ્થરમારાની ઘટનાઓ બની હતી, તો 2021માં માત્ર 39 મામલાઓ નોંધાયા છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની પ્રતિષ્ઠાનના નિકટવર્તી તત્વો કાશ્મીરીઓને ભડકાવવાની સતત કોશિશ કરી રહ્યા છે.

   7 ઓક્ટોબરે, આતંકવાદી મેહરાન યાસીન શલ્લાએ શ્રીનગરના સફા કદલમાં એક સરકારી ઉચ્ચ માધ્યમિક સ્કૂલની અંદર બે શિક્ષકોની હત્યા કરી હતી. સૂત્રો મુજબ, શલ્લાને સુરક્ષાદળોએ 24 નવેમ્બરે ઠાર કર્યા હતો. અનંતનાગમાં લિટાર બસ સ્ટેન્ડની પાસે આતંકી આદિલ આહ વાનીએ બઢઈ અને સહારનપુર ખાતે સગીર અહમદ અંસારની હત્યા કરી હતી. સૂત્રોએ કેટલાક આતંક વિરોધી અભિયાનોને ટાંકીને કહ્યુ છે કે વાનીને 20 ઓક્ટોબરે ઓપરેશન ડ્રેગડ હેઠળ શિરમલ શોપિયાંમાં ઠાર કરવામાં આવ્યો હતો. 17 ઓક્ટોબરે બિહારના બે શ્રમિકોની હત્યામાં સામેલ આતંકી ગુલઝાર અહમદ રેશીને 20 ઓક્ટોબરે ઓપરેશન સોપત હેઠળ સુરક્ષાદળોએ ઠાર કર્યો હતો. રેશી કુલગામના બાનપોહમાં એક શ્રમિકને ઘાયલ કરવામાં પણ સંડોવાયેલો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW