HomeGujaratકાનપુરમાં ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે 234 /7ના સ્કોર પર ઈનિંગ...

કાનપુરમાં ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે 234 /7ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી

કાનપુર, રવિવાર

   ભારતીય ટીમે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે 7 વિકેટના નુકસાન પર 234 રનો પર બીજી ઈનિંગ્સ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડને જીત માટે 284 રનોનો મુશ્કેલ ટાર્ગેટ મળ્યો છે. પહેલી ઈનિંગમાં 105 રન કરી શ્રેયસ અય્યર બીજી ઈનિંગમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે બીજી ઈનિંગમાં પણ 65 રનની ઈનિંગ રમી ઈન્ડિયન ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

   ભારતીય ટીમે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે 7 વિકેટના નુકસાન પર 234 રનો પર બીજી ઈનિંગ્સ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડને જીત માટે 284 રનોનો મુશ્કેલ ટાર્ગેટ મળ્યો છે. ભારતે પ્રથમ ઈનિંગ્સમાં તમામ વિકેટ ગુમાવીને 345 રન બનાવ્યા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ્સ 296 રનો પર અટકી ગઈ હતી. ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં સદી લગાવ્યા બાદ શ્રેયસ ઐય્યરે બીજી ઈનિંગ્સમાં ખુબ જ પ્રેશરની વચ્ચે હાફ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે ગળામાં દુઃખાવો હોવા છતાં પણ બેટિંગ કરવા માટે ઉતરેલાં રિદ્ધિમાન સાહાએ અણનમ હાફ સેન્ચુરી લગાવી હતી. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમની શરૂઆત સારી રહી ન હતી. પ્રથમ ઈનિંગ્સમાં હાફ સેન્ચુરી ફટકારનાર વિલ યંગને અશ્વિને માત્ર 2 રનો પર આઉટ કરી દીધો હતો. આ ઉપરાંત આગામી ઓવરમાં જ સ્ટમ્પની જાહેરાત કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર દિવસના અંતે 1 વિકેટ પર 4 રન છે, જ્યારે તેને 280 રનોની જરૂર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW