HomeGujaratલગ્નગાળાએ મંદીને મારી ભગાવી : ફૂલ બજારમાં ભારે તેજીનો સળવળાટ શરૂ થઈ...

લગ્નગાળાએ મંદીને મારી ભગાવી : ફૂલ બજારમાં ભારે તેજીનો સળવળાટ શરૂ થઈ ગયો

અમદાવાદ, રવિવાર

   ગુજરાતમાં મહામારી કોરોનાની વિદાયની સાથે રાજ્ય સરકારે લગ્ન પ્રસંગોની છૂટ આપતા લગ્ન ગાળો પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે જેના પગલે મંદીના માહોલમાં ઘેરાઈ ગયેલા ફૂલોના બજારમાં પણ હવે તેજીનો સંચાર થવા માંડ્યો છે. ગુલાબ, સેવંતી, ગોટા, ડચગુલાબ સહિતના રૂમ શણગાર, કાર શણગાર અને વેણી બનાવવા સહિત વિવિધ પ્રકારના ઉપયોગમાં લેવાતા આ ફૂલોની માર્કેટ અત્યારે ગરમ બની છે.

   કોરોનાકાળ દરમિયાન શુભ પ્રસંગોને બ્રેક લાગી ગઇ હોવાથી અન્ય વેપાર રોજગારની માફક જ ફૂલોની બજારમાં પણ મંદી આવી ગઈ હતી. જોકે હવે લગ્નગાળો પુરબહારમાં શરૃ થતા ફૂલ બજારમાંથી મંદીએ પણ વિદાય લીધી છે, જેના પગલે વેપારીઓ ખુશખુશાલ બન્યા છે. આગામી 14મી ડિસેમ્બર સુધી લગ્નગાળો હોવાથી ફૂલોનું માર્કેટ હજુ ગરમ રહેશે તેમ બજારના વર્તુળો જણાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW