HomeGujaratવાંકાનેરમાં જૂની નાણાકીય લેતીદેતીની અદાવતમાં યુવક પર પાઇપ વડે હુમલો

વાંકાનેરમાં જૂની નાણાકીય લેતીદેતીની અદાવતમાં યુવક પર પાઇપ વડે હુમલો

વાંકાનેરમાં જૂની પૈસાની લેતીદેતીના મામલે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અદાવત રાખીને બે શખ્સોએ એક યુવક સાથે મારામારી કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, બાદમાં યુવકની સ્વિફ્ટ કારને સ્કોર્પિયો અને અન્ય કાર વડે ટક્કર મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા 19 વર્ષીય ફરહાનભાઈ ફારૂકભાઈ બ્લોચે આરોપી અલાઉદીન અલ્તાફભાઈ સમા (રહે. દરબારી સોસાયટી, ચંદ્રપુર, વાંકાનેર) અને મીરખાન દલરાજકોટ (રહે. ભીસ્તીવાડ, રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉથી મિત્રતા હતી, તેમજ નાણાકીય લેતીદેતીનો વ્યવહાર ચાલતો હતો. આ જૂના હિસાબને લઈને આરોપીઓ ફરિયાદી જ્યાં નોકરી કરે છે તે ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં બોલાચાલી કર્યા બાદ ગાળો આપી ધોકા તથા પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા.

ત્યારબાદ સાંજના સમયે ફરિયાદી પોતાના મિત્રો સાથે સ્વિફ્ટ કાર નંબર GJ-36-AR-0207માં જમવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન ચંદ્રપુર નાળા પાસે આરોપીઓ સ્કોર્પિયો અને સ્વિફ્ટ કાર લઈને આવ્યા હતા અને ફરિયાદીની કારને આગળ તથા પાછળથી ટક્કર મારી હતી. સાથે જ વાહન પર ધોકા વડે હુમલો કરી કારને નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,740SubscribersSubscribe

TRENDING NOW