રાજકોટમાં તા. 27થી બે દિવસીય રાજ્યકક્ષાની અંડર-19 બોયઝ હોકી ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. આ દ્વિ-દિવસીય ટૂર્નામેન્ટમાં સાત ટીમો વચ્ચે ટક્કર થશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રાજકોટમાં આવેલા રેસકોર્સમાં આવેલા મેજર ધ્યાનચંદ એસ્ટ્રો ટર્ફ હોકી ગ્રાઉન્ડ ઉપર તા. 27 નવેમ્બરથી રાજ્યકક્ષાની અંડર-19 બોયઝ હોકી ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. આ ટૂર્નામેન્ટમાં રાજકોટ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, વડોદરા, અરવલ્લી અને બનાસકાંઠા સહિતના શહેરોની ટીમો વચ્ચે ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને આવતા મહિને તામીલનાડુમાં યોજાનારી ઓલ ઈન્ડિયા હોકી ટૂર્નામેન્ટમાં જશે. જ્યાં ગુજરાતની ટીમમાં સ્થાન મેળવશે.