આ ભવનાથ મહાદેવનું મંદિર ગિરનારની તળેટીમાં આવેલું છે. આ મંદિરની આસપાસ મુર્ગી કુંડ આવેલા છે. મહાદેવ ભગવાન કૈલાસ પર્વતમાંથી ભવનાથમાં આવ્યા હતા અને તે પછી પણ બીજા દેવી દેવતાઓએ ભવનાથમાં આવીને નિવાસ કર્યો હતો. પાર્વતી માતાએ અંબિકા રૂપે ગિરનારમાં નિવાસ કર્યો હતો.
ભગવાન વિષ્ણુએ દામોદર રાય તરીકે દામોદર કુંડમાં નિવાસ કર્યો હતો. નવનાથચોર્યાશી સિધ્ધો, પક્ષો અને ગંધવોએ ગિરનારની અલગ અલગ જગ્યાએ નિવાસ કર્યો હતો. ભવનાથ મહાદેવના મંદિરમાં શિવરાત્રીનું બહુ ખાસ મહત્વ રહેલું છે. તે દિવસે મોટો મેળો પણ ભરાઈ છે. તેથી આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. મુર્ગી કુંડનું મહત્વ પણ શિવરાત્રીના દિવસે વિશેષ છે.
શિવરાત્રીના દિવસે સાધુ સંતો કુંડમાં સ્નાન કરે છે. તેથી ભવનાથ મહાદેવના મંદિરમાં ભક્તો દર્શન કરીને તેમના બધા દુઃખો દૂર કરે છે અને તેમની બધી જ ઈચ્છાઓ અને મનોકામનાઓ મહાદેવ પુરી કરીને ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દે છે.