મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતી એક યુવતીએ પોતાના જ ઘરમાં રહેતી એક યુવતીને પરિવારના સભ્યોએ ઘરકામ બાબતે ઠપકો આપતા લાગી આવ્યું હતું અને આ કારણસર ઘરમાં જ ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતી દયાબેન વિજયભાઈ પરમાર નામની 21 વર્ષની યુવતીને પરિવારના લોકોએ ઘર કામ બાબતે ઠપકો આપતા યુવતીને લાગી આવ્યું હતું અને આ કારણસર પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો ઘટનીની પરિવારજનોને જાણ થતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સિવિલ હોસ્પીટલના તબીબે યુવતીને મૃત જાહેર કરી પીએમની કાયર્વાહી હાથ ધરી બનવ અંગે બી ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી યુવતીના આ પગલા અંગેનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
(તસ્વીર પ્રતિકાત્મક)