નવી દિલ્હી, શુક્રવાર
દેશ આજે 71મો બંધારણીય દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામોલ્લેખ વગર કોંગ્રેસને નિશઆને લીધી હતી. તેમણે પરિવારવાદ પર નિશાન સાધતા કોંગ્રેસને પાર્ટી ફોર ધ ફેમિલી,પાર્ટી બાય ધ ફેમિલી ગણાવી. તેમણે કહ્યુ હતુ કે બંધારણના ઘડવૈયાઓએ દેશહિતને સૌથી ઉપર રાખ્યું, પરંતુ સમયની સાથે નેશન ફર્સ્ટ પર રાજનીતિની એટલી અસર થઈ કે દેશહિત પાછળ છૂટી ગયું.
કોંગ્રેસ સિવાય દેશની 14 વિપક્ષી પાર્ટીઓએ પણ બંધારણીય દિવસનો બહિષ્કાર કર્યો છે. તેમાં શિવસેના, એનસીપી, સમાજવાદી પાર્ટી, આરજેડી, ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ અને ડીએમકે સામેલ છે. કોંગ્રેસ અને ટીએમસીએ તો પહેલા જ કાર્યક્રમમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો. તેના પછી કોંગ્રેસની અપીલ પર બાકીના પક્ષોએ પણ ભાગ નહીં લેવાની ઘોષણા કરી હતી.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે આજનો દિવસ આંબોડકર, રાજેન્દ્ર પ્રસાદ જેવા દૂરંદેશી મહાનુભાવોને નમન કરવાનો છે. આજનો દિવસ આ ગૃહને પ્રણામ કરવાનો છે. આજે 26/11નો પણ દિવસ છે. તે દુખદ દિવસ, જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર આવીને મુંબઈમાં આવી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો. ભારતના બંધારણમાં સૂચિત દેશના સામાન્ય લોકોની સુરક્ષાની જવાબદારી હેઠળ અનેક આપણા વીર જવાનોએ તે આતંકવાદીઓની સામે લડતા પોતાને સમર્પિત કરીને સર્વોચ્ચ બલિદાન આપ્યું. હું આજે આ તમામ બલિદાનીઓને નમન કરું છું.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે ક્યારેક એ વિચારીએ કે આપણે બંધારણ બનાવવાની જરૂરત હોત તો શું થાત. આઝાદીની લડાઈ, વિભાજનની વિભીષિકા છતાં દેશહિત સૌથી મોટું છે. દરેકના હ્રદયમાં આ મંત્ર હતો, બંધારણ બનાવતી વખતે. વિવિધતાઓથી ભરેલો દેશ, અનેક બોલીઓ, પંથ અને રાજા-રજવાડા, આ તમામ છતાં બંધારણના માધ્યમથી દેશને એક બંધનમાં બાંધીને દેશને આગળ વધારવો. આજના સંદર્ભે જોઈએ તો બંધારણનું એક પૃષ્ઠ પણ ભાગે આપણે પુરુ કરી શકત, કારણ કે સમયે નેશન ફર્સ્ટ પર રાજનીતિનો એટલો પ્રભાવ પેદા કર્યો છે કે દેશહિત પાછળ છૂટી જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે સાથીઓ, આપણું બંધારણ માત્ર અનેક અનુચ્છેદોનો સંગ્રહ નથી. બંધારણ હજારો વર્ષોની ભારતની મહાન પરંપરા, અખંડ ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. આપણા માટે લેટર એન્ડ સ્પિરિટમાં બંધારણ પ્રત્યે સમર્પણ છે. જ્યારે આપણે બંધારણીય વ્યવસ્થાથી જનપ્રતિનિધિ તરીકે ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધીના દાયિત્વો નિભાવીએ છીએ, તો આ ભાવનાને યાદ રાખવી પડશે. આમ કરતી વખતે બંધારણની ભાવનાઓને ક્યાં ચોટ પહોંચી રહી છે, તેને પણ નજરઅંદાજ કરી શકીએ નહીં. આ બંધારણ દિવસને એટલા માટે પણ મનાવવો જોઈએ કે જે કંઈપણ કરી રહ્યા છીએ, તે બંધારણની દ્રષ્ટિએ સાચું છે અથવા ખોટું. માર્ગ સાચો છે અથવા ખોટો. આપણે આપણું મૂલ્યાંકન કરવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે સારું હોત દેશ આઝાદ થયા બાદ 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે મનાવવાની પરંપરા શરૂ કરવી જોઈતી હતી. તેના કારણે આપણીપેઢીઓ જાણત કે બંધારણ બન્યું કેવી રીતે, કોણે બનાવ્યું, કેમ બનાવ્યું. આ ક્યાં લઈ જાય છે, કેવી રીતે લઈ જાય તેની ચર્ચા થાત દર વર્ષે. આને આપણે સામાજીક દસ્તાવેજ અને જીવંત એકમ માન્યું છે. વિવિધતાથી ભરેલા દેશમાં આ શક્તિ સ્વરૂપમાં અવસર તરીકે કામ આવત. કેટલાક લોકો તેનાથી ચૂકી ગયા. આંબેડકરની 125મી જયંતી પર અમને લાગ્યું કે આનાથી મોટો પવિત્ર અવસરક્યો હોઈ શકે કે આંબેડકરે જે પવિત્ર નજરાણું આપ્યું છે, તેને આપણે યાદ કરતા રહીએ.
મોદીએ કહ્યુ કે 2015 જ્યારે આ ગૃહમાં હું બોલી રહ્યો હતો, તે દિવસે પણ વિરોધ થયો હતો કે 26 નવેમ્બર ક્યાંથી લાવ્યા, કેમ કરી રહ્યો છો, શું જરૂરત હતી. ભારત બંધારણીય લોકતાંત્રિક પરંપરા છે રાજકીય દળોનું પોતાનું ઘણું મહત્વ છે. રાજકીય પક્ષો પણ આપણા બંધારણની ભવાનાઓને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ છે. બંધારણની ભાવનાને પણ ચોટ પહોંચી છે. બંધારણની એક-એક કલમને પણ ચોટ પહોંચી છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી જાવ. ભારત એવા સંકટ તરફ આગળ વધી રહ્યું છે, તે છે પારિવારીક પાર્ટીઓ. રાજકીય દળ પાર્ટી ફોર ધ ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી અને હવે આગળ કહેવાની જરૂરત લાગતી નથી. કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાજકીય પક્ષોને જોવો તે લોકશાહીની ભાવનાની વિરુદ્ધ છે બંધારણ આપણને જે કહે છે, તેનાથી વિપરીત છે. જ્યારે હું કહું છું કે પારિવારીક પાર્ટીઓ, ત્યારે હું કહેતો નથી કે પરિવારમાંથી એકથી વધારે લોકો ન આવે. યોગ્યતાના આધારે અને જનતાના આશિર્વાદથી આવે. જે પાર્ટી પેઢી દર પેઢી એક જ પરિવાર ચલાવી રહ્યા છે, તે લોકશાહીમાટે સૌથી મોટું સંકટ હોય છે. તમામ દેશવાસીઓને આગ્રહ કરીશ કે દેશમાં જાગરૂકતા લાવવાની જરૂરત છે. ત્યાં પણ એવું જોવામાં આવ્યું તો કોઈએ બીડું ઉઠાવ્યું કે તેને ખતમ કરીશું. 30થી 40 વર્ષ લાગ્યા, પરંતુ આવું થયું. આપણને પણ ચિંતાની જરૂરત છે.
વડાપ્રધાને કહ્યુ કે ભ્રષ્ટાચાર, શું આપણું બંધારણ આની મંજૂરી આપે છે. કાયદો છે, વ્યવસ્થા છે. સમસ્યા ત્યારે થયા છે, જ્યારે ભ્રષ્ટાચાર માટે કોઈને કોર્ટ સજા આપતી હોય અને રાજનીતિને કારણે તેમનું મહિમામંડન ચાલતું રહે. સિદ્ધ હકીકતને પણ રાજકીય ફાયદા માટે લોકલાજ છોડીને મર્યાદા છોડી તેમનો સાથ આપે છે. ત્યારે લોકોને લાગે છે કે ભ્રષ્ટાચારની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે. તેમને પણ લાગે છે કે ભ્રષ્ટાચારમાં ચાલવું ખોટું નથી. ભ્રષ્ટાચારને કારણે ગુનો સિદ્ધ થયો છે, તો સુધરવા માટે મોકો આપવામાં આવે, પરંતુ જાહેરજીવનમાં પ્રતિષ્ઠા આપવાની પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. તે નવા લોકોને લૂંટવાના માર્ગ પર જવા માટે પ્રેરીત કરે છે.
પીએમ મોદીએ કહ્યુ કે આઝાદીના 75 વર્ષોમાં દેશ જે સ્થિતિમાંથી પસાર થયો, અંગ્રેજો કચડી રહ્યા હતા. દરેક હિંદુસ્તાની માટે અધિકાર માટે લડવું જરૂરી હતું. મહાત્મા ગાંધી અને તમામ લોકો લડતા રહ્યા, આ યોગ્ય હતું. ગાંધીએ અધિકારો માટે લડતા-લડતા પણ દેશને કર્તવ્ય માટે તૈયાર કરવાની કોશિશ કરી. તેમણે ભારતના નાગરિકોમાં એ બીજને વાવવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સફાઈ કરો, પ્રૌઢ શિક્ષણ કરો, નારી સમ્માન, સ્વદેશી જેવી ચીજો માટે ગાંધી દેશને તૈયાર કરતા રહ્યા. આઝાદી બાદ આ બીજ વટ વૃક્ષ બનવું જોઈતું હતું. દુર્ભાગ્યથી શાસન વ્યવસ્થા એવી બની, જેણે અધિકારની વાત કરીને એવું કર્યું કે અમે છીએ તો જ અધિકાર સુરક્ષિત રહેશે. કર્તવ્ય પર ભાર મૂકવામાં આવ્યો હોત, તો અધિકારોની સુરક્ષા આપોઆપ થાત. કર્તવ્યથી જવાબદારીનો અહેસાસ થાય છે અને અધિકારથી યાચકનો ભાવ પેદા થાય છે, સમાજમાં કુઠિંત માનસિકાત પેદા થાય છે.
પીએમ મોદીએ કહ્યુ કે આજે જરૂરી છે કે અમે કર્તવ્યના માધ્યમથી અધિકારોની સુરક્ષાના માર્ગ પર ચાલીએ. કર્તવ્ય એ પથ છે, જે અધિકારનું સમ્માન કરવાની સાથે અન્યોને આપે છે. આઝે આપણી અંદર પર આ ભાવ પેદા થાય કે આપણે કર્તવ્ય પથ પર ચાલીએ, તેને જેટલું વધારે પ્રમાણમાં નિષ્ઠાથી મનાવીશું, તેનાથી તમામના અધિકારોની સુરક્ષા થશે. જેમણે આઝાદી અપાવી, તેમના સપનાઓને પૂર્ણ કરવામાં આપણે કોઈ કોરકસર છોડવી જોઈએ નહીં. આ કાર્યક્રમ સરકાર, પક્ષ અથવા પ્રધાનમંત્રીનો નથી. આ કાર્યક્રમ સંસદનો છે, આ પવિત્ર સ્થાનનો છે. સ્પીકર અને બાબાસાહેબ આંબેડકરની ગરિમા છે અને આપણે તેને જાળવી રાખીએ.
સંસદીય મામલાના મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, કેન્દ્ર સરકાર બંધારણ દિનને આઝાદીના અમૃત મહોત્સવના ભાગ તરીકે મનાવી રહી છે. સંસદ તરફથી આયોજીત કરવામાં આવેલા કાર્યક્રમને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ સંબોધિત કર્યો છે. તેમના સંબોધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની સાથે મળીને બંધારણની પ્રસ્તાવના વાંચશે. તેના પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંધારણીય સભાની ચર્ચાની ડિજિટલ કોપી, ભારતીય બંધારણની લેખિત નકલનું ડિજિટલ વર્ઝન અને ભારતીય બંધારણની નવી અપડેટેડ કોપી સામેલ હશે, તેમા અત્યાર સુધીના તમામ સંશોધન સામેલ કરવામાં આવશે.


